India Pakistan ceasefire violation : યુદ્ધવિરામની જાહેરાત વચ્ચે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ...અનેક જગ્યાએ ગોળીબાર, ફરી દેખાયા ડ્રોન

Pakistan Firing in Srinagar : ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 4 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

 India Pakistan ceasefire violation : યુદ્ધવિરામની જાહેરાત વચ્ચે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ...અનેક જગ્યાએ ગોળીબાર, ફરી દેખાયા ડ્રોન

 India Pakistan ceasefire violation : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર શ્રીનગર, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.

આ ઉપરાંત, પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ રહેવાસીઓને બધી લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source

મળતી માહિતી મુજબ, પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય દળોને યોગ્ય જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે બીએસએફને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાઓ પછી, જમ્મુના મોટા ભાગમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બારામુલ્લામાં પણ અંધારપટ છવાઈ ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

આ ઉપરાંત, રાજસ્થાનના પોખરણમાં મોટી સંખ્યામાં ડ્રોન દેખાયા છે. જોકે, એર ડિફેન્સ સિસ્ટમ તેને નષ્ટ કરી રહી છે. રાજૌરીમાં પણ ગોળીબારના અહેવાલો છે. તો પંજાબના અમૃતસર અને ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news