નિયંત્રણ રેખા પર ઉડ્યું પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર, LoCના 300 મીટર નજીક આવ્યું

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોની બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાન સતત સીમા પર ઘૂસપેઠથી માંડીને ગોળીબારી કરી રહ્યું છે. બુધવારે પડોશી દેશની સેનાનું એક હેલિકોપ્ટર નિયમોને તોડતાં નિયંત્રણ રેખાની નજીક આવી ગયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર નિયંત્રન રેખાની 300 મીટર નજીક આવ્યા બાદ પરત ફર્યું હતું.

નિયંત્રણ રેખા પર ઉડ્યું પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર, LoCના 300 મીટર નજીક આવ્યું

નવી દિલ્હી: પાકિસ્તાન પોતાની નાપાક હરકતોની બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાન સતત સીમા પર ઘૂસપેઠથી માંડીને ગોળીબારી કરી રહ્યું છે. બુધવારે પડોશી દેશની સેનાનું એક હેલિકોપ્ટર નિયમોને તોડતાં નિયંત્રણ રેખાની નજીક આવી ગયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર નિયંત્રન રેખાની 300 મીટર નજીક આવ્યા બાદ પરત ફર્યું હતું.

તોડ્યા આંતરરાષ્ટ્રીય નિયમ
સેના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાનું આ હેલિકોપ્ટર MI-17 હતું. તેમણે જણાવ્યું કે નિયમો અનુસાર કોઇપણ દેશ નિયંત્રણ રેખાની આસપાસ આ પ્રકારની ગતિવિધિ કરી ન શકે. પાકિસ્તાનની આ કોશિશ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવાર સવારે 10 વાગ્યાની છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પલ્લાંદરી વિસ્તારમાં હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. 

બોર્ડર પાસે આવીને પરત ફર્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર પાકિસ્તાનની સીમામાં હતું, પરંતુ ભારતના જવાન પાકની આ હરકત પર સર્તક થઇ ગયા છે. હેલિકોપ્ટર થોડાસમયમાં જ પાછું જતું રહ્યું હતું. સેના દ્વારા મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં નિયંત્રણ રેખાની પાસે ખારી કર્મારા વિસ્તારમાં પાકિસ્તાની હેલિકોપ્ટર ઉડતું જોવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news