India Pakistan War: જ્યાંથી ડ્રોન છોડતું હતું પાકિસ્તાન તે આતંકી લોન્ચ પેડને ભારતીય સેનાએ ઉડાવ્યું, જુઓ Video

India Pakistan War: ઓપરેશન સિંદૂરથી ધૂંધવાયેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરી રહ્યું છે અને તેને ભારતની સેનાઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ કડીમાં  ભારતીય સેનાએ સરહદ પર પાકિસ્તાનની ચોકી ઉડાવી. 

India Pakistan War: જ્યાંથી ડ્રોન છોડતું હતું પાકિસ્તાન તે આતંકી લોન્ચ પેડને ભારતીય સેનાએ ઉડાવ્યું, જુઓ Video

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ભયંકર તણાવ છે. પાકિસ્તાન તરફથી સતત ભારતના અનેક શહેરો પર હુમલા કરાયા જેનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જમ્મુ શ્રીનગરથી લઈને પઠાણકોટ અને પોખરણ સુધી પાકિસ્તાનના ડ્રોન હુમલાની કોશિશ સેનાએ નિષ્ફળ બનાવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વધતા તણાવ પર ચિંતા પણ વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈચ્છે છે કે તણાવ જલદી દૂર થાય. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખો સાથે સ્થિતિની સમીક્ષા કરશે. આ બધા વચ્ચે આજે સવારે ભારતીય સેનાની એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ છે જેમાં કોઈ મોટું એલાન થાય તેવી શક્યતા છે. 

ભારતે આતંકી લોન્ચપેડ ઉડાવ્યા
એએનઆઈએ રક્ષા સૂત્રોના હવાલે જણાવ્યું છે કે જમ્મુ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ અને આતંકી લોન્ચ પેડ્સને નષ્ટ કર્યા છે. જ્યાંથી ટ્યૂબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ થઈ રહ્યા હતા. 

(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw

— ANI (@ANI) May 10, 2025

ભારતે મિસાઈલ હુમલો કર્યાનો પાકિસ્તાનનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં પાકિસ્તાની સેનાએ શનિવારે દાવો કર્યો કે ભારત તરફથી ત્રણ પાકિસ્તાની એરબેસ પર મિસાઈલ હુમલો કરાયો. જેમાં રાવલપિંડીનો એરબેસ પણ સામેલ છે. આ જાણકારી પાકિસ્તાની સેના પ્રવક્તાએ સમાચાર એજન્સી રોયટર્સને આપી. આ મામલે પ્રવક્તાએ કહ્યું કે ભારત હવે અમારા જવાબની રાહ જુએ. જો કે ભારત તરફથી આ દાવાઓ પર હજુ સુધી કોઈ અધિકૃત ટિપ્પણી થઈ નથી. 

આ બધા વચ્ચે પાકિસ્તાને શનિવારે 10 મેના રોજ પોતાના હવાઈ ક્ષેત્રને અસ્થાયી રીતે બંધ કર્યો છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ આ પ્રતિબંધ સવારે 3.15 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન કોઈ પણ ફ્લાઈટ એરસ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news