)
Pariksha Pe Charcha 2026: બોર્ડની પરીક્ષા પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કરે છે. આ વખતે પણ જાન્યુઆરી 2026 માં પીએમ મોદી પરીક્ષા પે ચર્ચા 2026 (Pariksha Pe Charcha 2026) કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આનો ઉદ્દેશ્ય પરીક્ષાનો તણાવ (સ્ટ્રેસ) ઓછો કરવાનો છે.
ભારત અને વિદેશમાં ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા આ કાર્યક્રમનો હિસ્સો બની શકે છે. આ કાર્યક્રમ પરીક્ષાના તણાવ પર ચર્ચા કરવા અને તેને વ્યવસ્થિત (મેનેજ) કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જેથી પરીક્ષાને એક ઉત્સવની જેમ ઉજવી શકાય.
MCQ સ્પર્ધામાં લેવો પડશે ભાગ
આ પસંદગીમાં ભાગ લેવા માટે MyGov પોર્ટલ પર એક ઓનલાઈન MCQ સ્પર્ધા છે, જે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો માટે ખુલ્લી છે અને રજિસ્ટ્રેશન 1 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ પ્રવૃત્તિ પૂર્ણ કરનારા તમામ રજિસ્ટર્ડ સહભાગીઓને ભાગ લેવા બદલનું ઓફિશિયલ સર્ટિફિકેટ મળશે.
પરીક્ષા પે ચર્ચા 2026: રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ
ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration for PPC 2026) ની પ્રક્રિયા MyGov Innovate પર શરૂ થઈ ચૂકી છે. રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2026 છે.
જાણો કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન (Pariksha Pe Charcha 2026 Registration)
1. ઓફિશિયલ વેબસાઈટ innovateindia1.mygov.in પર જાઓ.
2. હોમપેજ પર આપેલા ‘Participate Now’ બટન પર ક્લિક કરો.
3. યોગ્ય કેટેગરી પસંદ કરો: વિદ્યાર્થી, શિક્ષક અથવા માતા-પિતા.
4. પોતાના મોબાઇલ નંબર અથવા ઈમેલનો ઉપયોગ કરીને નવું એકાઉન્ટ રજિસ્ટર કરો અથવા જો તમે ફરીથી યુઝર બની રહ્યા હોવ તો લોગ ઇન કરો.
5. પોતાની કેટેગરી માટે નક્કી કરેલ ઓનલાઈન પ્રવૃત્તિ મોડ્યુલ, જેમ કે મલ્ટિપલ ચોઇસ ક્વિઝ (MCQ), પૂર્ણ કરો.
6. પોતાની સંપૂર્ણ એન્ટ્રી સબમિટ કરો અને તમારું પાર્ટિસિપેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.