)
19મી લોકસભાનું 6ઠ્ઠું સત્ર અને રાજ્યસભાનું 269મું સત્ર આજે 11 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે. શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ આજે 10 વાગે સંસદ ભવનના હંસ દ્વાર પર માન્યતા પ્રાપ્ત મીડિયાને બ્રીફ કર્યું. જે પરંપરાગત રીતે સત્રના વિધાયી અને રાજનીતિક એજન્ડાની દિશા નક્કી કરે છે. કાર્યસૂચિ મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સેન્ટ્રલ એક્સાઈઝ (અમેન્ડમેન્ટ) બિલ 2025 રજૂ કરી શકે છે. જેનો હેતુ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ 1944માં સંશોધન કરવાનો છે.
પીએમમ મોદીનું સંબોધન
પીએમ મોદી આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા પહેલા સંસદ ભવન પહોંચ્યા. આ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે જે 19 ડિસેમ્બર સુધી ચાલશે. પીએમ મોદીએ શિયાળુ સત્રની શરૂઆત પહેલા કહ્યું કે ભારતે એ સિદ્ધ કર્યું છે કે ડેમોક્રેસી કેન ડિલિવર. તેમણે કહ્યું કે આ સત્ર વિક્સિત ભારતના પ્રયાસમાં વધુ ઉર્જા ભરવાનો અવસર છે.
પીએમ મોદીએ બિહાર ચૂંટણી યાદ કરતા કહ્યું કે ગત દિવસોમાં જે ચૂંટણી થઈ, તેમાં મતદાનનો જે વિક્રમ નોંધાયો તે લોકતંત્રની સૌથી મોટી તાકાત છે. માતાઓ અને બહેનોની જે ભાગીદારી વધી રહી છે તે એક નવી આશા, નવો વિશ્વાસ પેદા કરે છે. એક બાજુ લોકતંત્રની મજબૂતી હવે આ લોકતાંત્રિક વ્યવસ્થાઓની અંદર અર્થતંત્રની મજબૂતી જેને દુનિયા ખુબ નજીકથી જોઈ રહી છે. ભારતે સિદ્ધ કર્યું છે કે લોકતંત્ર પરિણામ આપી શકે છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, ".... विपक्ष भी अपना दायित्व निभाए, चर्चा में मजबूत मुद्दे उठाए। पराजय की निराशा से बाहर निकलकर आएं। दुर्भाग्य ये है कि 1-2 दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते। मैं सोच रहा था कि बिहार के नतीजों को इतना समय हो गया, तो अब थोड़ा संभल… pic.twitter.com/PVF14ISi68
— ANI_HindiNews (@AHindinews) December 1, 2025
તેમણે કહ્યું કે વિપક્ષ પણ પોતાની જવાબદારી નિભાવે, ચર્ચામાં મજબૂત મુદ્દાઓ ઉઠાવે. પરાજયની નિરાશામાંથી બહાર નીકળે અને મજબૂત મુદ્દાઓ ઉઠાવે. પરાજયની નિરાશામાંથી બહાર નીકળે. કમનસીબે 1-2 પક્ષો તો એવા છે કે તેઓ પરાજય પચાવી શકતા નથી. હું વિચારતો હતો કે બિહારના પરિણામોને આટલો સમય થઈ ગયો, તો હવે બધુ થાળે પડ્યું હશે. પરંતુ કાલે હું તેમની નિવેદન બાજી સાંભળતો હતો તેનાથી લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી રાખ્યા છે. તેમને મારો આગ્રહ છે કે પરાજયની હતાશાએ મેદાન ન બનવું જોઈએ.
#WATCH दिल्ली: #ParliamentWinterSession | प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "...ड्रामा करने के लिए बहुत जगह होती है, जिसको करना है करते रहे। यहां ड्रामा नहीं डिलीवरी होनी चाहिए...यहां नारे नहीं नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए...हो सकता है कि राजनीति में… pic.twitter.com/eHlDjChiuO
— ANI_HindiNews (@AHindinews) December 1, 2025
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે ડ્રામા કરવા માટે ઘણી જગ્યા હોય છે, જેને કરવો હોય તે કરતા રહે. અહીં ડ્રામા નહીં ડિલિવરી થવી જોઈએ. અહીં નારા નહીં નીતિ પર ભાર મૂકવો જોઈએ અને તે તમારી દાનત હોવી જોઈએ. બની શકે કે રાજકારણમાં નકારાત્મકતા કઈક કામ આવતી હશે પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે કઈક સકારાત્મક પણ વિચારવું જોઈએ.
કુલ 13 બિલો સૂચિબદ્ધ
સરકારે શિયાળુ સત્ર દરમિયાન કુલ 13 બિલ પર વિચાર માટે સૂચિબદ્ધ કર્યા છે. જેમાંથી અનેક એવા છે જેમની સ્થાયી સમિતિ દ્વારા તપાસ પણ હજુ થઈ નથી. પ્રમુખ બિલો આ મુજબ છે...
- ઈન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ (અમેન્ડમેન્ટ) બિલ 2025
- રિપીલિંગ એન્ડ અમેન્ડિંગ બિલ 2025
- નેશનલ હાઈવે (અમેન્ડમેન્ટ) બિલ 2025
- એટોમિક એનર્જી બિલ 2025
- કોર્પોરેટ લોજ (અમેન્ડમેન્ટ) બિલ 2025
- સિક્યુરિટીઝ માર્કેટ્સ કોડ બિલ (SMC) 2025
- ઈન્શ્યુરન્સ લોજ (અમેન્ડમેન્ટ) બિલ 2025
- આર્બિટ્રેશન એન્ડ કન્સીલિએશન (અમેન્ડમેન્ટ) બિલ 2025
- હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા બિલ 2025
સત્રમાં નાણાકીય સુરક્ષા, માળખાગત સુવિધાઓ અને શિક્ષણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.