ચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ પશુપતિ પારસને એલજેપી સંસદીય દળના નેતા તરીકે માન્યતા આપી છે. 
 

ચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી  LJP નેતા તરીકે માન્યતા

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) માં આજે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને છોડી બાકી પાંચ સાંસદોએ પશુપતિ કુમાર પારસને પોતાના નેતા માની લીધા છે. તે માટે દિવસે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર સોંપવામાં આવ્યો હતો, જેને મંજૂર કરી લેવામાં આવ્યો છે. હવે સત્તાવાર રીતે રામવિલાસ પાસવાનના નાના ભાઈ પશુપતિ પારસ લોકસભામાં પોતાની પાર્ટીના સંસદીય દળના નેતા હશે. 

આ પહેલા લોજપા નેતા પારસે કહ્યુ હતુ કે દતેમની પાર્ટી એનડીએની સાથે હતી અને આગળ પણ રહેશે અને ગઠબંધન ધર્મનું પાલન કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી બિહારનો સવાલ છે તે નીતીશ કુમારને સારા નેતા અને વિકાસ પુરૂષ માને છે. પારસને જ્યારે તે પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટીનો જનતા દળ યૂનાઇટેડમાં વિલય થશે તો તેમણે કહ્યું કે, લોજપાનું દેશમાં સંગઠન છે અને બિહારમાં મજબૂત જનાધાર છે. તેથી વિલયનો કોઈ સવાલ ઉઠતો નથી. 

— ANI (@ANI) June 14, 2021

બળવા પર હોલ્યા પશુપતિ પારસ
રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટી તૂટી રહી હતી. લોક જનશક્તિ પાર્ટીનું અસ્તિત્વ બચાવવાનો સવાલ છે. મેં પાર્ટી તોડી નથી પરંતુ પાર્ટી બચાવવાનું કામ કર્યું છે. 

એલજેપીના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર આપ્યો છે. 6માંથી 5 સાંસદોએ અલગ થવાનો પત્ર સ્પીકરને આપ્યો છે. ચિરાગ પાસવાનની સાથે રહેવામાં અમને કોઈ સમસ્યા નથી. અમે એલજીપીની સાથે છીએ. જેડીયૂમાં જવાની વાત ખોટી છે. 

એલજેપીનો એનડીએથી અલગ થવાનો નિર્ણય યોગ્ય નહોતો. રામવિલાસ પાસવાન પણ એનડીએની સાથે રહેવા ઈચ્છતા હતા. સાંસદ પણ એનડીએ સાથે રહેવા ઈચ્છે છે. 

કેન્દ્રીય મંત્રીમંડળમાં LJPની તાકાત ખતમ
રામવિલાસ પાસવાન માટે એવું કહેવામાં આવે છે કે સરકાર કોઈપણ આવે તેમનું મંત્રી બનવુ નક્કી હતું. NDA હોય કે UPA રામવિલાસની પાસે બધા તાળાની ચાવી હતી. પરંતુ તેમના નિધન બાદ LJP ન માત્ર નબળી પડી પરંતુ ચિરાગની મનમાનીને કારણે કેન્દ્રીય મંત્રીમંડળમાં જે એક સ્થાન LJPનું ફિક્સ હતુ, તે પણ સમાપ્ત થઈ ગયું. 

પશુપતિ પારસને ચિરાગની તે વાતથી પણ નારાજગી રહી હશે કે તે પોતાના ભત્રીજાની મનમાની આખરે કેમ માને? ના તો ચિરાગ કોઈ ખુબ લોકપ્રિય નેતાની છબી રાખે છે, ન તો તેણે પાર્ટીને કોઈ મોટી જીત અપાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news