VIDEO : પટનાની કોલેજમાં સરરસ્વતી પૂજાના નામે અશ્લીલ ડાંસ, બાર ગર્લ્સે લગાવ્યા ઠુમકા

પટનાની જાણીતિ બીએન કોલેજમાં આયોજિત સરસ્વતી પંડાલના મંચ પર અશ્લીલ ડાંસ થયો અને વિદ્યાર્થીઓએ બાર ગર્લ્સની સાથે આખી રાત ઠુમકા લગાવ્યા. આ મામલે મીડિયામાં ચર્ચા બાદ કોલેજના વહિવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી. 

Updated By: Jan 24, 2018, 02:10 PM IST
VIDEO : પટનાની કોલેજમાં સરરસ્વતી પૂજાના નામે અશ્લીલ ડાંસ, બાર ગર્લ્સે લગાવ્યા ઠુમકા

પટના: વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા થાય છે. આ દિવસે દેશભરમાં વિભિન્ન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. પરંતુ પટનાની જાણિતી બીએન કોલેજમાં સરસ્વતી પૂજાના નામે આખી રાત અશ્લીલતા પીરસવામાં આવી. અહીં આયોજિત સરસ્વતી પંડાલના મંચ પર અશ્લીલ ડાંસ થયો અને વિદ્યાર્થીઓએ આખી રાત ઠુમકા લગાવ્યા. આ ઘટના મીડિયામાં ચર્ચામાં આવ્યા બાદ કોલેજના વહિવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઇએ કે કાર્યક્રમના આયોજક ફરાર થઇ ગયા છે. જિલ્લાધિકારી કુમાર રવિએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. બાર ગર્લ્સનો ડાંસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો બિહારની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

 

સરસ્વતી પૂજાની લીધી હતી પરવાનગી
આ ઘટના સોમવાર રાતની છે. બીએ કોલેજની હોસ્ટેલમાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા કાર્યક્રમમાં બાર ગર્લ્સને બોલાવવામાં આવી અને મંચ પર ખુલીને અશ્લીલ ડાંસ કર્યો. મંગળવારે અશ્લીલ ડાંસનો વીડિયો વાયરલ થઇ ગયો. વીડિયો વાયરલ થતાં પટના યુનિવર્સિટીના કુલપતિ રાસબિહારી સિંહે તપાસના આદેશ આપી દીધા હતા. તેમણે કહ્યું કે આ કાર્યક્રમની તૈયાર ચાલી રહી હતી, ત્યારે તેમણે જણાવ્યું કે સરસ્વતી પૂજા માટે પંડાલને શણગારવામાં આવી રહ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી 
કુલપતિએ કહ્યું કે કોલેજના વહિવટીતંત્રને અંધારામાં રાખી આ કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દોષી વિદ્યાર્થીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. કોલેજના પ્રિંસિપાલ, પ્રોક્ટર અને હોસ્ટેલના વોર્ડનની પૂછપરછ કરવામાં આવશે. કેસની તપાસ પીરબહોર પોલીસ સ્ટેશનની પોલીસ કરી રહી છે. જાણકારોના અનુસાર આ ડાંસમાં શહેરના ઘણા નામી વ્યક્તિઓ તથા પોલીસકર્મીઓએ પણ ડાન્સ બાર્સ સાથે ઠુમકા લગાવ્યા હતા.