Delhi ની સ્કૂલોમાં હવે બાળકોને ભણાવવામાં આવશે દેશ ભક્તિ, તૈયાર કર્યું Patriotic Curriculum

દિલ્હીની સરકારી શાળાઓમાં હવે બાળકોને દેશભક્તિ શીખવવામાં આવશે. આ માટે સરકારે દેશભક્તિનો અભ્યાસક્રમ (Patriotic Curriculum) તૈયાર કર્યો છે.

Delhi ની સ્કૂલોમાં હવે બાળકોને ભણાવવામાં આવશે દેશ ભક્તિ, તૈયાર કર્યું Patriotic Curriculum

નવી દિલ્હી: દિલ્હીની સરકારી શાળાઓમાં હવે બાળકોને દેશભક્તિ શીખવવામાં આવશે. આ માટે સરકારે દેશભક્તિનો અભ્યાસક્રમ (Patriotic Curriculum) તૈયાર કર્યો છે.

સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે દેશભક્તિના અભ્યાસક્રમને લીલી ઝંડી બતાવી. તેમણે કહ્યું, 'અમે છેલ્લા 70 વર્ષમાં તમામ વિષયો ભણાવ્યા, પરંતુ દેશભક્તિનો અભ્યાસ કર્યો નથી. હવે દિલ્હીની શાળાઓમાં દેશભક્તિનો અભ્યાસક્રમ (Patriotic Curriculum) ભણાવવામાં આવશે.

સીએમ કેજરીવાલે આ લક્ષ્ય જણાવ્યુ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વિટ કરીને કહ્યું કે, 'દેશભક્તિનો અભ્યાસક્રમ સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ પર દિલ્હીની શાળાઓમાં લાગુ કરવા માટે તૈયાર છે. બાળકોના મનમાં માત્ર દેશ પ્રત્યેનો પ્રેમ અને દેશભક્તિ જ તેમને સ્વાતંત્રતાના આપણા દિવાનાઓના સ્વપ્નોનું ભારત બનાવવા માટે પ્રેરિત કરશે. તમામ વાલીઓ, બાળકો અને ટીમ શિક્ષણ માટે અભિનંદન.

તેમણે કહ્યું કે દેશભક્તિના અભ્યાસક્રમનું (Patriotic Curriculum) માળખું ત્રણ પ્રાથમિક લક્ષ્યો પર આધારિત છે. આ ત્રણ લક્ષ્યો છે:-

- વિદ્યાર્થીઓમાં તેમના દેશ પ્રત્યે ગૌરવની ભાવના કેળવવી.
- દેશ પ્રત્યેની જવાબદારીઓ અંગે જાગૃતિ લાવવી.
- દેશ માટે બલિદાન આપવાની પ્રતિબદ્ધતા.

सभी पैरेंट्स, बच्चों और टीम एजुकेशन को बधाई। pic.twitter.com/4EYcdCjDSz

— Arvind Kejriwal (@ArvindKejriwal) August 14, 2021

બે વર્ષથી કામ કરી રહી હતી સમિતિ
ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) કહ્યું, 'અમે દેશભક્તિના મૂલ્યોને દૈનિક જીવન સાથે જોડવા માંગીએ છીએ. આ દેશભક્તિના અભ્યાસક્રમનો (Patriotic Curriculum) સાર છે. તેમણે કહ્યું કે દેશભક્તિ અભ્યાસક્રમ સમિતિએ છેલ્લા બે વર્ષમાં તમામ વિભાગો સાથે તેના અભ્યાસક્રમની ચર્ચા કરી. ત્યારબાદ 6 ઓગસ્ટ 2021 ના ​​રોજ, SCERT ની ગવર્નિંગ કાઉન્સિલે દેશભક્તિના અભ્યાસક્રમને મંજૂરી આપી.

તેમણે કહ્યું કે દેશભક્તિનો અભ્યાસક્રમ (Patriotic Curriculum) બાળ કેન્દ્રિત પાંચ રીતે શીખવવામાં આવશે. આમાં, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગખંડની ચર્ચા, વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા, વર્ગખંડની પ્રવૃત્તિના સ્વરૂપમાં ગ્રુપ કાર્ય, પરિવાર અને સોસાઈટીની સાથે જોડવા માટે હોમવર્ક અને સેલ્ફ રિફ્લેક્શન જેવા પોઈન્ટ શીખવવામાં આવશે.

આ ઉદેશ્યોને હાંસલ કરવાનો પ્રયાસ
ડેપ્યુટી સીએમ (Manish Sisodia) એ કહ્યું કે આ અભ્યાસક્રમ (Patriotic Curriculum) દ્વારા 8 શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આમાં આત્મ-જાગૃતિ, આત્મવિશ્વાસ, સમસ્યાનું નિરાકરણ, બંધારણીય મૂલ્યોની સમજણ, બહુમતીવાદ અને વિવિધતા, પર્યાવરણીય સ્થિરતા, નૈતિક સામાજિક વર્તન, સહકાર અને સામાજિક અને નાગરિક જવાબદારીનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news