ગુજરાતી ન્યૂઝIndiaકંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, શાંતિનો સમય એક 'ભ્રમ' સિવાય કંઈ નથી અને ભારતે હંમેશા તૈયાર રહેવું જોઈએ.

કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શાંતિનો સમય એક 'ભ્રમ' (illusion) સિવાય કંઈ નથી. ભારતે હંમેશા અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવું જોઈએ, ભલે પરિસ્થિતિ ગમે તેટલી શાંત કેમ ન લાગે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી. એક કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન સ્વદેશી રીતે બનાવેલા હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મનું પ્રદર્શન ખૂબ સારું હતું. આ કારણે વિશ્વભરમાં ભારતના રક્ષા ઉત્પાદનોની માંગ વધી છે.

રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, નાણાકીય પ્રક્રિયામાં થોડો વિલંબ કે ભૂલ પણ ઓપરેશનલ તૈયારીઓને અસર કરી શકે છે. આજે આખી દુનિયા ભારતના રક્ષા ક્ષેત્રને નવા દ્રષ્ટિકોણ અને સન્માનથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, 'મોટાભાગના ઉપકરણ જે આપણે પહેલાં આયાત કરતા હતા, હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. અમારા સુધારા ઉચ્ચતમ સ્તર પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાને કારણે સફળ થઈ રહ્યા છે.'

Add Zee News as a Preferred Source

રક્ષા મંત્રી ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD)ના કંટ્રોલર્સના કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, "નાણાકીય પ્રક્રિયાઓમાં એક પણ વિલંબ અથવા ભૂલ ઓપરેશનલ તૈયારીઓને સીધી અસર કરી શકે છે." તેમણે DADને રક્ષામાં ખાનગી ક્ષેત્રની વધતી જતી ભાગીદારીની સાથે તાલમેલમાં કંટ્રોલરથી ફેસિલિટેટરના રૂપમાં વિકસિત થવાની હાકલ કરી.

 '2024માં Global Military Expenditure  2.7 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચશે'
જિયો પોલિટિકલ સિચ્યુએશન પર પ્રકાશ પાડતા રક્ષા મંત્રીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણનો હવાલો આપીને કહ્યું કે, 2024માં Global Military Expenditure  2.7 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, આ ભારતના સ્વદેશી રક્ષા ઉદ્યોગો માટે જબરદસ્ત તકો ખોલે છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગના નવા સૂત્ર 'સર્તક, ચુસ્ત, અનુકૂલટ' ની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ફક્ત શબ્દો નથી, પરંતુ આજના ઝડપથી વિકસતા રક્ષા વાતાવરણમાં જરૂરી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

તેમણે અધિકારીઓને આગ્રહ કર્યો કે, તેઓ ફક્ત બાહ્ય ઓડિટ અથવા સલાહકારો પર નિર્ભર રહેવાની બદલે આત્મ-નિરીક્ષણ દ્વારા આંતરિક સુધારાઓ કરે. રક્ષા મંત્રીએ કહ્યું કે, 'શાંતિનો સમય એક ભ્રમ સિવાય કંઈ નથી. અપેક્ષાકૃત શાંત સમયગાળા દરમિયાન પણ આપણે અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું જોઈએ. અચાનક થનારા ઘટનાક્રમ આપણી નાણાકીય અને કાર્યકારી સ્થિતિમાં સંપૂર્ણ બદલાવ લાવી શકે છે.'

'આપણે તૈયાર રહેવું જોઈએ'
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "ભલે ઉપકરણ ઉત્પાદન વધારવાનું હોય કે નાણાકીય પ્રક્રિયાઓને ઑપ્ટિમાઇઝ કરવાનું હોય, આપણે દરેક સમયે નવી ટેકનોલોજી અને પ્રતિભાવશીલ પ્રણાલીઓ સાથે તૈયાર રહેવું જોઈએ." તેમણે રક્ષા વિભાગને આગ્રહ કર્યો કે, તે પોતાની યોજના, બજેટ અને નિર્ણય લેવાની પ્રણાલીઓમાં આ માનસિકતાને સામેલ કરે. રક્ષા ક્ષેત્રના વધતા વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ પર પ્રકાશ પાડતા રાજનાથ સિંહે Defense Expenditureની ધારણામાં માત્ર ખર્ચથી ગુણક અસર સાથે આર્થિક રોકાણમાં પરિવર્તન લાવવા હાકલ કરી.

તેમણે કહ્યું કે, 'તાજેતર સુધી રક્ષા બજેટને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ માનવામાં આવતો ન હતો. આજે તે વિકાસના ચાલક છે.' સિંહે કહ્યું કે, ભારત બાકીના દુનિયા સાથે પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જેની વિશેષતા રક્ષા ક્ષેત્રમાં મૂડી-સઘન રોકાણો છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગથી આગ્રહ કર્યો કે, તે પોતાની યોજના અને મૂલ્યાંકનમાં રક્ષા અર્થશાસ્ત્રનો સમાવેશ કરે, જેમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ અને દ્વિ-ઉપયોગ તકનીકોના સામાજિક અસર વિશ્લેષણનો સમાવેશ થાય છે.

નીતિન ગડકરીનું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વ યુદ્ધ વિશે મોટી ચેતવણી આપી છે. એક પુસ્તકના વિમોચન દરમિયાન પોતાના સંબોધનમાં માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે, 'ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે, જે સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપે છે. તેથી, આપણે વિશ્વમાં બની રહેલી ઘટનાઓને જોઈને ભવિષ્યની નીતિઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.' તેમણે ચેતવણી આપી હતી કે, યુદ્ધોને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વ યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news