પોતાના ફેસ સાથે જોડાયેલી ખાસ આદત નથી બદલતા લોકો, બની રહ્યા છે કોરોનાના દર્દી

કોરોના પર દુનિયાભમાં નવા નવા રિસર્ચ થઈ રહ્યાં છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોના નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના કાળમાં ભલે લોકો તેમના ફેસને વારંવાર ટચ કરવાની આદત બદલી રહ્યાં નથી. વારંવાર ફેસને ટચ કરવાની આદત લોકોમાં કોરોના સંક્રમણને વધારી શકે છે. કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 1.27 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 20 લાખ લોકો સંક્રમિત છે.
પોતાના ફેસ સાથે જોડાયેલી ખાસ આદત નથી બદલતા લોકો, બની રહ્યા છે કોરોનાના દર્દી

નવી દિલ્હી: કોરોના પર દુનિયાભમાં નવા નવા રિસર્ચ થઈ રહ્યાં છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોના નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના કાળમાં ભલે લોકો તેમના ફેસને વારંવાર ટચ કરવાની આદત બદલી રહ્યાં નથી. વારંવાર ફેસને ટચ કરવાની આદત લોકોમાં કોરોના સંક્રમણને વધારી શકે છે. કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 1.27 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 20 લાખ લોકો સંક્રમિત છે.

આ મહામારીના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સાથે જે વસ્તુ સૌથી વધારે જરૂરી ગણાવી રહ્યાં છે. તે છે હાથની સાફ સફાઈ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પહેલા દિવસથી લોકોના દર બે કલાકે હાથ ધોવા અને કારણ વગર નાક, આંખ, કાનને ટચ કરવાની ના પણી રહ્યું છે પરંતુ લોકો સુધરવાનું નામ લઈ રહ્યાં નથી.

1 કલાકમાં 23 વખત ફેસને ટચ કરે છે લોકો
તમામ ચેતવણી બાદ પણ લોકો જુની આદત અનુસાર દર કલાકમાં 23 વખત પોતાના ફેસના વિભિન્ન અંગો (આંખ, કાન, નાક, ગળું, માથું)ને ટચ કરે છે. આ વાતનો ખુલાસો અમેરિકાના ડો.નેંસી સી. એલ્ડર, ડો. વિલિયમ પી. સોયર અને ઓસ્ટ્રેલિયાની ડો. મેક્લાવ્સએ તેમના રિસર્ચના આધાર પર કહ્યું છે. ત્રણ ડોક્ટરોએ ફેસ ટચિંગ પર રિસર્ચ કર્યું, 79 લોકોને એક રૂમમાં રાખીને રિસર્ચ કર્યું હતું. 1 કલાકમાં લોકોએ ફેસ પર 19 વખત ટચ કર્યું. કોરોના શ્વસન પ્રણાલીમાં આંખ, કાન અને નાધ પર પહોંચે છે. કોરોનાથી બચવા માટે કારણ વગર ફેસને ટચ કરવાનું છડોવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news