Lenskart Style Guide Controversy: પ્રખ્યાત લેન્સકાર્ડ કંપનીના ડ્રેસકોડ પર થયેલા વિવાદ બાદ હવે તેના ફાઉન્ડર અને સીઈઓ પીયુષ બંસલ તરફી સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે જ તેઓએ આ ડ્રેસ કોડ વિશે કેટલાક ખુલાસા પણ કર્યા છે

Lenskart Dress Code Controversy: લેન્સકાર્ટ કંપનીના સ્ટાઈલ ગાઈડ હાલ વિવાદમાં આવ્યું છે. હાલમાં જ લેન્સકાર્ટ કંપનીએ ડ્રેસ કોડને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. જેની સાથે જોડાયેલા દસ્તાવેજો લીક થયા બાદ હોબાળો મચી ગયો છે. જેમાં લખાયું હતું કે, ઓફિસમાં તમને બિંદી લગાવવાની પણ પરમિશન નથી. જ્યારે કે, હિજાબ પહેરવામાં કોઈ વાંધો નથી. વિવાદ વધ્યા બાદ હવે Lenskart ના ફાઉન્ડર અને સીઈઓ પીયુષ બંસલે આ મામલે સ્પષ્ટતા કરી છે.
સિંદૂર, અને બિંદી નહિ લગાવાય
પીયુષ બંસલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ દસ્તાવેજ એકદમ ખોટા છે. હાલના નિયમોમાં એવું કંઈ જ લખાયેલુ નથી. લીક થયેલા દસ્તાવેજમાં લખાયું હતું કે, સિંદૂર જે એક હિન્દુ મહિલાની પરિણીત જિંદગી માટે ગર્વની વાત કહેવાય છે. નિયમો અનુસાર, તેને ઓછામાં ઓછું લગાવવું. તેમજ તે માથા પર પડવું ન જોઈે. મહિલાઓને અહી બિંદી લગાવવાની પરમિશન પણ નથી.
મુસ્લિમ મહિલાઓ માટે નિયમ
લીક દસ્તાવેજ અનુસાર, મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાની અનુમિત તો છે, પરંતું રુલ બુકાં માથા પર પહેરવામાં આવતા સ્કાર્ફ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.
I want to speak directly that this document does not reflect our present guidelines.
Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…
— Peyush Bansal (@peyushbansal) April 15, 2026
કાળા રંગની પાઘડી પહેરવી
આ ડ્રેસ કોડમાં લખાયું છે કે, હિજાબ-પાઘડી કાળા રંગની હોવી જોઈએ. સાથે જ સ્ટોરમાં બુર્કો પહેરવા પર સ્પષ્ટ મનાઈ છે.
બિંદી ન લગાવી, કલાવા ન પહેરવો
લીક ડ્રેસ કોડમાં એ પણ લખાયુ છે કે, બિંદી અને ક્લચર લગાવવાની પરમિશન નથી. કાંડા પર કલાવા પણ પહેરવો ન જોઈએ.
પીયુષે માફી માંગી
વિવાદ વધતા જોઈ પીષુષ બંસલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, આ દસ્તાવેજ અમારી હાલની પોલિસીને દર્શાવતા નથી. અમારી ગ્રુમિંગ પોલિસી સમય સમય પર બદલાતી રહે છે. આ સ્થિતિમાં પેદા થયેલી ભ્રમણાથી અમે માફી માંગી છીએ.
અશોક પંડિતે કહ્યું, બોયકોટ કરો
આ સ્ટાઈલ ગાઈડને લઈને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક તથા સામાજિક કાર્યકર્તા અશોક પંડિતે આકરી પ્રતિક્રીયા આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને કંપની બોયકોટ કરવી જોઈએ.