)
PM Modi Abused Row: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મળીને પ્રદેશમાં વોટર અધિકાર યાત્રા કાઢી રહ્યાં છે. આ યાત્રામાં ઈન્ડિયા બ્લોકના મોટા-મોટા નેતા સામેલ થઈ રહ્યાં છે. યાત્રાને મીડિયામાં કવરેજ મળી રહ્યું હતું. તેનાથી કોંગ્રેસી નેતા ઉત્સાહિત હતા. આ વચ્ચે દરભંગામાં કેટલાક કોંગ્રેસીઓએ એવી હરકત કરી, જેણે દેશની રાજનીતિમાં કલંક લગાવી દીધો. હકીકતમાં આ વોટર અધિકાર યાત્રા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ મંચ પરથી પીએમ મોદીના માતા વિશે અપશબ્દો કહ્યાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજકીય ભૂકંપ આવી ગયો. અચાનક કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ અને ભાજપ આક્રમક થઈ ગયું. હવે પટનાથી લઈને દિલ્હી સુધી ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
મતદાર અધિકાર યાત્રાની શરૂઆતથી અત્યાર સુધી, એવું લાગતું હતું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ ભૂલની રાહ જોઈ રહ્યું હતું. રાહુલ ગાંધી વિરુદ્ધ માત્ર બિહારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મોરચો ખોલવામાં આવ્યો છે. આ મામલે, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે આવી ટિપ્પણીઓ બે રાજકુમારો (રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ) દ્વારા બિહારની સંસ્કૃતિનું પણ અપમાન છે, જેમણે અભદ્રતાની બધી હદો પાર કરી દીધી છે. ભાજપ પ્રમુખે X પર લખ્યું કે કોંગ્રેસની કહેવાતી મતદાર અધિકાર યાત્રા, જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું કોંગ્રેસ-આરજેડી પ્લેટફોર્મ પરથી અપમાન કરવામાં આવ્યું હતું, તે ખૂબ જ નિંદનીય છે.
ભાજપે ખોલ્યો મોરચો
નડ્ડાએ કહ્યુ કે આ બિહારની ધરતી પર બિહારની સંસ્કૃતિનું પણ અપમાન છે, બે રાજકુમારો દ્વારા, જેણે અભદ્રતાની તમામ હદો પાર કરી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે- બિહારના દરભંગામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતાજી માટે કોંગ્રેસ અને આરજેડીના મંચથી જે પ્રકારે ગાળો અને અભદ્ર ભાષાનો પ્રયોસ કરવામાં આવ્યો છે, તે ન માત્ર નિંદનીય છે, પરંતુ આપણા લોકતંત્રને પણ કલંકિત કરવાનો છે. એટલું જ નહીં રાહુલ ગાંદી વિરુદ્ધ દેશભરમાં ભાજપ કાર્યકર્તા કેસ દાખલ કરાવવાનો પ્લાન બનાવી રહ્યાં છે. અત્યાર સુધી દરભંગા અને પટનામાં કેસ દાખલ થયા છે.
મહાગઠબંધન બેકફુટ પર આવી ગયું
બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડૉ. સ્નેહાશિષ વર્ધન પાંડેએ કહ્યું કે આ વીડિયોની તપાસ થવી જોઈએ. તેમણે ભાજપ પર આવા વીડિયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલનું કામ હોઈ શકે છે. તેમનો લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને તેના કાર્યકરો આવા કામ કરી શકતા નથી. આ કિસ્સામાં, આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે ઈન્ડિયા એલાયન્સ દ્વારા ભાષાની મર્યાદા તોડવામાં આવતી નથી. કોણે દુર્વ્યવહાર કર્યો અને શું કહ્યું તે તપાસનો વિષય છે. બીજી તરફ, લોકો સોશિયલ મીડિયા પર આ મામલે ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.