અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની એક તક નહીં આપીએ, આદમપુરમાં બોલ્યા PM મોદી
PM Modi At Adampur Airbase: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી આજે પંજાબના આદમપુર એરબેસની મુલાકાતે છે. અહીં તેમને વાયુસેનાના જવાનોને સંબોધન કર્યું અને ત્યાંથી પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અચાનક પંજાબના આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા. પીએમ મોદીની આ એક વિઝિટે પાકિસ્તાનના અનેક જૂઠ્ઠાણાનો પણ પર્દાફાશ કર્યો. અહીં તેમણે વાયુસેનાના બહાદુર જવાનોને સંબોધન કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છૂપાઈ શકે. અમે તેમને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાની તક પણ નહીં આપીએ.
પીએમ મોદીએ કહ્યું કે આજે તમારા પરાક્રમના કારણે ઓપરેશન સિંદૂરની ગૂંજ દરેક ખૂણામાં સંભળાઈ રહી છે. આ ઓપરેશન દરમિયાન દરેક ભારતીય તમારી પડખે રહ્યો...આજે દરેક દેશવાસી પોતાના સૈનિકો, તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞ છે. ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય સૈન્ય અભિયાન નહતું. તે ભારતની નીતિ, નિયત અને નિર્ણાયક ક્ષમતાની ત્રિવેણી છે. જ્યારે આપણી બહેનો, દીકરીઓના માથેથી સિંદૂર છીનવાયું ત્યારે અમે આતંકીઓના ફનને તેમના ઘરમાં ઘૂસીને કચડી નાખ્યું.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ કાયરોની જેમ છૂપાઈને આવ્યા હતા પરંતુ ભૂલી ગયા કે તેમણે જેને લલકારી છે તે હિન્દની સેના છે. તમે તેમને સામેથી હુમલો કરીને માર્યા છે. તમે આતંકના તમામ ઠેકાણાને માટીમાં ભેળવી દીધા. 9 ઠેકાણા નષ્ટ કર્યા ને 100થી વધુ આતંકીઓને માર્યા. આતંકના આકાઓને હવે સમજાઈ ગયું છે કે ભારત તરફ નજર ઉઠાવીને જોવાનો એક જ અંજામ થશે અને તે તબાહી છે.
#WATCH आदमपुर एयर बेस में जवानों को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " जिस पाकिस्तानी सेना के भरोसे ये आतंकी बैठे थे, भारत की सेना, वायुसेना और नौसेना ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी। आपने पाकिस्तानी फौज को भी बता दिया है कि पाकिस्तान में ऐसा कोई ठिकाना… pic.twitter.com/OukNljBK6s
— ANI_HindiNews (@AHindinews) May 13, 2025
પીએમ મોદીએ કહ્યું કે આતંક વિરુદ્ધ ભારતની લક્ષ્મણ રેખા એકદમ સ્પષ્ટ છે. હવે પછી કોઈ પણ આતંકવાદી હુમલો થયો તો ભારત જવાબ દેશે, પાક્કો જવાબ આપશે...હવે ઓપરેશન સિંદૂર ભારતનું ન્યૂ નોર્મલ છે. જે પાકિસ્તાની સેનાના ભરોસે આ આતંકીઓ બેઠા હતા, ભારતની સેના, વાયુસેના અને નેવીએ તે પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી. તમે પાકિસ્તાની ફૌજને દેખાડી દીધુ છે કે પાકિસ્તાનમાં એવું કોઈ ઠેકાણું નથી જ્યાં બેસીને આતંકીઓ રાહતનો શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાની એક તક નહીં આપીએ. અમારા ડ્રોન્સ, અમારી મિસાઈલો વિશે વિચારીને તો પાકિસ્તાનને અનેક દિવસો સુધી ઊંઘ નહીં આવે.
તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી તમે દેશનું આત્મબળ વધાર્યું છે. દેશને એક્તાના સૂત્રમાં બાંધ્યો છે અને તમે ભારતની સરહદોની રક્ષા કરી છે. તમે ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઈ આપી છે. તમે એ કર્યું જે અભૂતપૂર્વ છે, અકલ્પનીય છે, અદભૂત છે. આપણી એરફોર્સે પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આતંકના અડ્ડાઓને ટાર્ગેટ કર્યા. ફક્ત 20-25 મિનિટની અંદર સરહદપાર લક્ષ્યોને ભેદવા, એ ફક્ત આ મોર્ડન ટેક્નોલોજીથી લેસ પ્રોફેશનલ ફોર્સ જ કરી શકે છે. આપણા લક્ષ્ય ફક્ત આતંકી ઠેકાણાઓને હીટ કરવાનો હતા. ભારતની વાયુસેના હવે ફક્ત હથિયારોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનોને પછાડવામાં એક્સપર્ટ થઈ ગઈ છે. પાકિસ્તાનની ગુહાર બાદ ભારતે ફક્ત પોતાની સૈન્ય કાર્યવાહી સ્થગિત કરી છે, જો પાકિસ્તાને ફરીથી આતંકી ગતિવિધિ કે સૈન્ય દુસ્સાહસ કર્યું તો અમે તેનો જડબાતોડ જોવા આપીશું. આ જવાબ અમારી શરતો પર અને અમારી રીતે આપીશું.
#WATCH आदमपुर एयर बेस में जवानों को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "भारत की वायु सेना अब सिर्फ हथियारों से ही नहीं बल्कि डेटा और ड्रोन से भी दुश्मन को छकाने में माहिर हो गई है। पाकिस्तान की गुहार के बाद भारत ने सिर्फ अपनी सैन्य कार्रवाई को स्थगित किया है, अगर… pic.twitter.com/SO7a7vMK63
— ANI_HindiNews (@AHindinews) May 13, 2025
પીએમએ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ અને તેમના એરબેઝ જ તબાહ નથી થયા પરંતુ તેમના નાપાક ઈરાદા અને તેમના દુસ્સાહસ બંને હાર્યા છે. ઓપેરશન સિંદૂરથી અકળાયેલા દુશ્મને આ એરબેઝની સાથે સાથે અનેક એરબેઝ પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ પાકિસ્તાનના નાપાક ઈરાદા દર વખતે નિષ્ફળ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે