ગુજરાતી ન્યૂઝIndiaPahalgam Attack: આતંકીઓને હવે માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે, કલ્પના કરતા પણ મોટી સજા મળશે- PM મોદીનો હુંકાર

Pahalgam Attack: આતંકીઓને હવે માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે, કલ્પના કરતા પણ મોટી સજા મળશે- PM મોદીનો હુંકાર

PM Modi Speaks on Pahalgam Attack: પીએમ મોદીએ આજે બિહારની ધરતી પરથી પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો, ષડયંત્રકારોને મોટી ચેતવણી આપી છે અને કડક શબ્દોમાં હુંકાર ભરીને કહ્યું કે કલ્પના કરતા પણ મોટી સજા મળશે. 

Pahalgam Attack: આતંકીઓને હવે માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે, કલ્પના કરતા પણ મોટી સજા મળશે- PM મોદીનો હુંકાર

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે બિહારના મધુબનીમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ પહલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન રાખ્યું. તેમણે એમ પણ કહ્યં કે આ આતંકી હુમલાનું ષડયંત્ર રચનારાઓને કલ્પના કરતા પણ વધુ મોટી સજા મળશે. 

પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા કહ્યું કે પોતાની વાત શરૂ કરતા પહેલા હું તમને બધાને પ્રાર્થના કરવા માંગુ છું કે તમે જ્યાં છો ત્યાં તમારા સ્થાન પર બેસીને જ 22 એપ્રિલના રોજ જે પરિજનોને આપણે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે થોડી પળોનું મૌન રાખીશું. 

Add Zee News as a Preferred Source

"The entire nation is saddened by the brutality with which terrorists… pic.twitter.com/s7tmCIaHUj

— ANI (@ANI) April 24, 2025

હુમલા પર શું બોલ્યા પીએમ
પીએમ મોદીએ પહલગામ હુમલા વિશે બોલતા કહ્યું કે 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ માસૂમ દેશવાસીઓને જે નિર્દયતાથી માર્યા છે તેનાથી આખો દેશ વ્યથિત છે, કોટિકોટિ દેશવાસીઓ દુખી છે. તમામ પીડિત પરિવારોના દુખમાં સમગ્ર દેશ તેમના પડખે છે. જે પરિજનોની હાલ સારવાર ચાલુ છે તે જલદી સાજા થાય તેના માટે પણ સરકાર પ્રયત્નો કરે છે. 

તેમણે કહ્યું કે આ આતંકી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાના  ભાઈ અને કોઈએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. તેમાંથી કોઈ બાંગ્લા બોલતું હતું, કોઈ કન્નડ બોલતું હતું, કોઈ મરાઠી હતા તો કોઈ ઓડિયા હતા, કોઈ ગુજરાતી હતા તો કોઈ બિહારના લાલ હતા. આજે તે બધાના મૃત્યુ પર કારગિલથી કન્યાકુમારી સુધી આપણું દુખ એક જેવું છે, આપણો આક્રોશ એક જેવો છે. 

— ANI (@ANI) April 24, 2025

પીએમ મોદીએ કહ્યું કે આ હુમલો ફ ક્ત નિહત્થા પર્યટકો પર નથી થયો, પરંતુ દેશના દુશ્મનોએ ભારતની આસ્થા પર હુમલો કરવાનું દુ:સાહસ કર્યું છે. હું ખુબ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે જેમણે આ હુમલો કર્યો છે તે આતંકીઓને અને આ હુમલાનું કાવતરું રચનારાઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા મળશે. હવે આતંકીઓને માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ હવે આતંકીઓના આકાઓની કમ તોડીને રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news