મમતા બેનર્જીના ગઢમાં PM મોદીએ ફેંક્યો પડકાર, ગરીબોને લુટનારા નહીં બચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મમતા બેનરજીના ગઢમાં લલકાર કર્યો હતો. વર્તમાન રાજ્ય સરકાર અને કોંગ્રેસને આડે હાથ લેતાં આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારીઓને સાથ આપવા માટે ઉપવાસ પર બેસવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં એમણે જનતાને વિશ્વાસ આપ્યો હતો કે, આઝાદીના 75મા વર્ષની ઉજવણીએ દેશમાં તમામ પરિવારોને ભાજપ સરકાર ઘર આપશે. 

મમતા બેનર્જીના ગઢમાં PM મોદીએ ફેંક્યો પડકાર, ગરીબોને લુટનારા નહીં બચે

મૈનાગુરી : મમતા બેનર્જીના ગઢ બંગાળમાં વડાપ્રધાનમોદીએ એકવાર ફરીથી તૃણમુલ સરકાર પર નિશાન સાધ્યું. જલપાઇગુડીમાં અનેક યોજનાઓનું ખાતમુહર્ત કર્યા બાદ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સ્થળ સાથે મારો જુનો સંબંધ છે. તમે ચા ઉગાડનારા લોકો છો અને હું ચા વેચનારો વ્યક્તિ, પરંતુ ચાવાળાઓથી દીદીને આટલી ચીડ શા માટે છે. અમે ગરીબને લૂંટનારાઓ, દેશની સાથે ગોટાળા કરનારા લોકોને વિદેશથી ઉઠાવીને લાવી રહ્યા છે અને તેઓ આને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. 

વડાપ્રધાને કહ્યું કે, ટીએમસી સરકારની તમામ યોજનાઓનાં નામ પર વચેટિયાઓનો અધિકાર છે. દીદી, દિલ્હી જવા માટે પરેશાન છે અને બંગાળનાં ગરીબ અને મધ્યમવર્ગને સિંડિકેટનાં ગઠબંધનને લુંટવા માટે છોડી દીધું છે. આજની સ્થિતી છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તો દીદી છે, પરંતુ દાદાગીરી બીજા કોઇની ચાલી રહી છે, શાસન TMCનાં જગાઇ-મધાઇ ચલાવી રહી છે. 

પીએમએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં માં, માટી, માનુષનાં નામે જેમને સત્તા સોંપી, જેમને કમ્યુનિસ્ટોનાં કુશાસનથી મુક્તિની જવાબદારી આપવામાં આવી તેમણે લોહીયાળ રાજકારણને પોતાનું બનાવી દીધું. જગાઇ-મધાઇનું આ ગઠબંધન તુટવું જોઇએ કે નહી ? પશ્ચિમ બંગાળમાં હિંસાનો સમય ચાલી રહ્યો છે જે દશકોથી ચાલી રહ્યો છે, તે ખતમ થવો જોઇએ કે નહી, બંગાળનાં યુવાનો લોહીયાળ જંગોથી આઝાદી મળવી જોઇએ કે નહી ? 

મમતા બેનર્જીના ગઢ બંગાળમાં વડાપ્રધાન મોદીની એક અઠવાડીયામાં ત્રીજી રેલી છે. મોદી શુક્રવારે બપોરે રાયગઢનાં કોડાતરઇમાં જનસભાને સંબોધિત કરી. આ જનસભામાં તેમણે રાજ્યનાં નવી કોંગ્રેસ સરકારની સાથે સાથે કોંગ્રેસનાં ટોપનાં નેતૃત્વ અંગે પણ શાબ્દિક પ્રહારો કર્યા. રાયગઢ બાદ મોદી જ્યારે પશ્ચિમ બંગાળનાં જલપાઇગુડીની મુલાકાત કરવાનાં છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મમતા બેનરજીના ગઢમાં લલકાર કર્યો હતો. વર્તમાન રાજ્ય સરકાર અને કોંગ્રેસને આડે હાથ લેતાં આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારીઓને સાથ આપવા માટે ઉપવાસ પર બેસવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં એમણે જનતાને વિશ્વાસ આપ્યો હતો કે, આઝાદીના 75મા વર્ષની ઉજવણીએ દેશમાં તમામ પરિવારોને ભાજપ સરકાર ઘર આપશે.

વધુમાં એમણે કહ્યું કે, હુ ચીટ ફંડના એક એક પીડિતને વિશ્વાસ આપવા આવ્યો છું કે તમને આ સ્થિતિમાં પહોંચાડનારાઓને કાયદા સામે ઉભા કરાશે. ગરીબોને લૂંટનારા અને લુટારૂઓને સાથ આપનારાઓની ખેર નથી. કોઇને છોડવામાં નહીં આવે. આ ચોકીદાર ચૂપ નહીં બેસે. 

મોદીએ જલપાઇગુડીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-31ડીની કલકાતા-સલસલાબાડી ખંડની ચાર લેનનાં કરવાની આધારશીલા મુકી હતી. વડાપ્રદાન કાર્યાલય તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગનો આ 41.7 કિલોમીટર લાંબા વિસ્તારને બંગાળનાં જલપાઇગુડી જિલ્લામાં આવે છે અને 1938 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત મોદી જલપાઇગુડીમાં હાઇકોર્ટની સર્કિટ બેંચનું પણ ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ તેઓ ત્યાં એક જનસભાને પણ સંબોધિત કરશે. 

આ અગાઉ ગત્ત અઠવાડીયે 2 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીનાં ગઢમાં વડાપ્રદાન મોદીનાં મિશન 2019ની ચૂંટણી બ્યુગલ ફુંકતા નોર્થ 24 પરગણાનાં ઠાકુર નગર અને બર્દવાનનાં દુર્ગાપુરમાંર ેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાનના નિશાન પર રાજ્યની મમતા સરકાર રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news