ઝારખંડના નવા સીએમ હેમંત સોરેનને પીએમે આપી શુભેચ્છા- કહ્યું- કેન્દ્ર કરશે મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેએમએમ ચીફ હેમંત સોરેનને ઝારખંડના મુખ્યપ્રધાન પદ પર શપથ લેવા પર શુભેચ્છા આપી અને રાજ્યના વિકાસમાં કેન્દ્ર તરફથી સંભવિત મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. 
 

ઝારખંડના નવા સીએમ હેમંત સોરેનને પીએમે આપી શુભેચ્છા- કહ્યું- કેન્દ્ર કરશે મદદ

નવી દિલ્હીઃ નડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઝારખંડના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ લેવા પ હેમંત સોરેન (hemant soren)ને રવિવારે શુભેચ્છા આપી હતી. આ સાથે પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે કેન્દ્ર તરફથી હરસંભવ મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું, 'ઝારખંડના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ લેવા માટે હેમંત સોરેનને શુભેચ્છા. હું ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર તરફથી સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપું છું.' મહત્વનું છે કે ઝારખંડના 11માં મુખ્યપ્રધાનના રૂપમાં 44 વર્ષીય આદિવાસી નેતાએ રવિવારે શપથ લીધા હતા. 

ઉલ્લેખનીય છે કે હાલમાં સમાપ્ત થયેલી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જેએમએમ, આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી હતી. તો ભાજપે સત્તા ગુમાવી અને તેણે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. આજે યોજાયેલા શપથ ગ્રહમમાં જેએમએમ સિવાય કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા હતા. આ દરમિયાન મંચ પર વિપક્ષી એકતા જોવા મળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સહિત ઘણા વિપક્ષી નેતાઓ મંચ પર હાજર રહ્યાં હતા. 

— Narendra Modi (@narendramodi) December 29, 2019

ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા-કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધને 81 સભ્યોવાળી વિધાનસભામાં 47 સીટો પર જીત મેળવી બહુમતી હાસિલ કરી હતી. મુખ્યપ્રધાનના રૂપમાં સોરેનનો આ બીજો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 2009 અને 2013 વચ્ચે નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાન રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news