Russia Ukraine War: PM મોદીએ 3 કલાક અટકાવ્યું હતું રશિયા-યૂક્રેન યુદ્ધ, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ બતાવ્યો ભારતનો પાવર
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધને ત્રણ કલાક સુધી અટકાવ્યું હતું, જેથી ભારતીય વિદ્યાર્થી યૂક્રેનથી સુરક્ષિત પરત આવી શકે.
Russia Ukraine War: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધને ત્રણ કલાક સુધી અટકાવ્યું હતું, જેથી ભારતીય વિદ્યાર્થી યૂક્રેનથી સુરક્ષિત પરત આવી શકે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે તે સમયની વાત છે, જ્યારે યુદ્ધ પોતાના ચરમ પર હતું અને મોટી સંખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયેલા હતા. તેમણે કહ્યું કે ભારત સરકાર માટે યુદ્ધના કારણે યૂક્રેનમાં ફસાયેલા મેડિકલ વિદ્યાર્થીઓને નિકળવા મોટો પડકાર હતો. જ્યારે પીએમ મોદીએ યૂક્રેન અને રશિયામાં ભારતના હાઈ કમિશનરોને ઈવેક્યુએશન પ્લાન વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે આ ત્યારે જ સંભવ છે જ્યારે યુદ્ધવિરામ થઇ જાય. તેમણે એ પણ કહ્યું કે પીએમ આમ કરવામાં સક્ષમ છે.
ટાર્ગેટ કિલિંગ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી, ભારતે બનાવ્યો આ 'માસ્ટર પ્લાન'
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની ભલામણો બાદ પ્રધાનમંત્રીએ યુદ્ધને રોકવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને તેમના યૂક્રેની સમકક્ષ વલોડિમિર જેલેંસ્કી સાથે વાત, જેથી ભારતીય મેડિકલ વિદ્યાર્થીને પ્રભાવિત ક્ષેત્રોમાંથી નિકાળી શકાય. તેમની વાતચીત બાદ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત માર્ગ આપવા માટે યુદ્ધને ત્રણ કલાક માટે રોકવામાં આવ્યું. દુનિયામાં આ છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાકાત.'
24 ફેબ્રુઆરીના રોજ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થી કીવ, ખારકીવ, મારિયુપોલ અને અન્ય શહેરોમાં ફસાય ગયા હતા. ભારત સરકારે 'ઓપરેશન ગંગા' અંતગર્ત યૂક્રેનમાં ફ્સાયેલા ભારતીયોને નિકાળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube