દેશમાં કોરોનાની સ્થિતિ પર PM મોદીની બેઠક, ઓક્સિજન-દવાઓ મુદ્દે કરી સમીક્ષા

દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ નિષ્ણાંતો સાથે બેઠક કરી ચર્ચા કરી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી COVID-19 મહામારીના સંબંધમાં અને તેના વધવાના સંબંધમાં માનવ સંસાધન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. 
 

દેશમાં કોરોનાની સ્થિતિ પર PM મોદીની બેઠક, ઓક્સિજન-દવાઓ મુદ્દે કરી સમીક્ષા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેને લઈને મહત્વની બેઠક યોજી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પીએમ મોદીની આ બેઠક સવારે 9.30 કલાકે શરૂ થઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કોરોનાની સ્થિતિ મુદ્દે નિષ્ણાંતો સાથે વાત કરી હતી. 

દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ નિષ્ણાંતો સાથે બેઠક કરી ચર્ચા કરી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી COVID-19 મહામારીના સંબંધમાં અને તેના વધવાના સંબંધમાં માનવ સંસાધન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. 

— ANI (@ANI) May 2, 2021

ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
ભારત સરકારના સૂત્ર પ્રમાણે આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમ કે નીટ (NEET) પરીક્ષામાં વિલંબ અને એમબીબીએસ પાસ આઉટના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનું સામેલ હોઈ શકે છે, જેથી તે કોવિડ ડ્યૂટીમાં સામેલ થઈ શકે. નિર્ણયોમાં કોવિડ ડ્યૂટીમાં ભારત સરકારના અંતિમ વર્ષ એમબીબીએસ અને નર્સિંગ છાત્રોની સેવાઓનો ઉપયોગ કરવો સામેલ થઈ શકે છે. સરકારી સૂત્રો પ્રમાણે કોવિડ ડ્યૂટી કરનાર ચિકિત્સા કર્મીઓને સરકારી ભરતીમાં પ્રાથમિકતાની સાથે-સાથે નાણાકીય પ્રોત્સાહન પણ આપવામાં આવી શકે છે. 

Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- ભાજપને મળ્યો મહિલાના અપમાનનો જવાબ

કોરોનાથી સ્થિતિ ખરાબ
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસે બધાની ચિંતા વધારી દીધી છે. રવિવારે રવિવારે 24 કલાકની અંદર ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા. આ પહેલા શનિવારે આંકડો ચાર લાખે પહોંચ્યો હતો. આ એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,92,488 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3689 લોકોના મૃત્યુ પણ થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,95,57,457 થઈ ગઈ છે. તો અત્યાર સુધી મહામારીને લીધે 2,15,542 લોકોના મૃત્યુ પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news