Mann Ki Baat: 'ન્યાય જરૂર મળશે', મન કી બાતમાં પહેલગામ હુમલાના પીડિતોને પીએમ મોદીએ આપ્યું વચન

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ આજે (27 એપ્રિલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં ફરી આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Mann Ki Baat: 'ન્યાય જરૂર મળશે', મન કી બાતમાં પહેલગામ હુમલાના પીડિતોને પીએમ મોદીએ આપ્યું વચન

નવી દિલ્હીઃ પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશના લોકોમાં જે આક્રોશ છે, તે દુનિયામાં પણ છે. આ જઘન્ય રીતે કરવામાં આવેલા હુમલાની બધાએ નિંદા કરી વિશ્વ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં 140 કરોડ ભારતીયો સાથે છે. પીએમ મોદીએ કહ્યુ કે હુમલાના પીડિતોને ન્યાય મળશે.

પહેલગામ હુમલાનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ, ''પહેલગામમાં આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની નિરાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી આવી રહી હતી, શાળા-કોલેજોમાં જીવંતતા હતી, બાંધકામના કામમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકશાહી વધુ મજબૂત બની રહી હતી અને પ્રવાસીઓની સંખ્યા વિક્રમી ગતિએ વધી રહી હતી. દેશના દુશ્મનો, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.'

Add Zee News as a Preferred Source

તેમણે કહ્યું કે આતંકી અને આતંકના વડાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરી તબાહ થઈ જાય અને એટલા માટે આ મોટા ષડયંત્રને અંજામ આપ્યો. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સહયોગ, આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા, આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે.

પીડિતોને ન્યાયનું આપ્યું વચન
પીએમ મોદીએ કહ્યુ કે આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકી હુમલા બાદ દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ હુમલાના દોષિતો અને ષડયંત્ર રચનારને કઠોર જવાબ આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news