PM મોદી રાત્રે 9 વાગે જનરલ રાવતને આપશે શ્રદ્ધાંજલિ આપશે, NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ રહેશે હાજર

PM મોદી રાત્રે 9 વાગે પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપશે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહેશે. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહેશે.

PM મોદી રાત્રે 9 વાગે જનરલ રાવતને આપશે શ્રદ્ધાંજલિ આપશે, NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ રહેશે હાજર

નવી દિલ્હી: PM મોદી રાત્રે 9 વાગે પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપશે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહેશે. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહેશે. જનરલ રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ સાંજ સુધી દિલ્હી લાવવામાં આવશે. 

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગ્લુરુ શિફ્ટ કરાશે
કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલ લાઈફ સપોર્ટ પર છે. તથા તેમની વેલિંગ્ટન આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલે છે. સારા ઈલાજ માટે તેમને બેંગલુરુ શિફ્ટ કરાઈ રહ્યા છે. ભારતીય વાયુસેનાના અધિકૃત નિવેદન મુજબ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર વ્યક્તિ છે જે આ દુર્ઘટનામાં બચી ગયા છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમા આગ લાગી ગઈ હતી. આગને કારણે તેઓ ખુબ દાઝી ગયા છે. 

રાજનાથ સિંહનું નિવેદન
આ અકસ્માત અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નિવેદન આપ્યું.  રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા.' તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સવારે 11.48 વાગે સુલુરથી ઉડાણ ભરી. તે 12.15 વાગે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું. પરંતુ 12.08 મિનિટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મૃત્યુ થયા. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા. 

તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસ  (Tri-service Inquiry)ના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. આજ સાંજ સુધીમાં સીડીએસ સહિત તમામ લોકોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે અને પૂરેપૂરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે. 

હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. 

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news