ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. આ જંગલોમાં તમે પીએમ મોદીને એક એવો સમય પસાર કરતા જોસો, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય. હકિકતમાં, મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. આ જંગલોમાં તમે પીએમ મોદીને એક એવો સમય પસાર કરતા જોસો, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય. હકિકતમાં, મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે. તેમાં તેઓ જાણાતા જંગલ પ્રેમી બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે. હાલ આ શોનો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો:- સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
[[{"fid":"226311","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
આ શોની સંપૂર્ણ શૂટિંગ જિમ કાર્બેટ નેશનલ પાર્કના જંગલોમાં થયું છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી વન તેમજ જીવ સંરક્ષણને લઇને બેયર ગ્રિલ્સની સાથે ચર્ચા કરતા જોવા મળશે. આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ જંગલોમાં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળ્યા હતા.
વધુમાં વાંચો:- યૌન શોષણ અને બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું
[[{"fid":"226312","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
બેયર ગ્રિલ્સે તેમના Man Vs Wild શોને ઘણી હસ્તીઓ સાથે પણ હોસ્ટ કર્યો છે. તેમની સાથે જંગલોમાં ટેનિસ પ્લેયર રોઝર ફેડરર, હોલિવુડ સ્ટાર કેટ વિન્સ્લેટ પણ સામેલ છે. બેયર ગ્રિલ્સ એક પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહી ચૂક્યા છે. કર્નલ બેયર ગ્રિલ્સ રોયલ મરિન કમાન્ડો રહી ચુક્યા છે અને તેઓ વર્લ્ડ સ્કાઉટ મૂવમેન્ટના પહેલા ચીફ એમ્બેસડર છે. બેયર ગ્રિલ્સએ 85 પુસ્તકો પણ લખી છે, જેમાંથી ‘સ્વેટ એન્ડ ટિયર્સ’ બેસ્ટસેલર રહી છે.
જુઓ Live TV:-