નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની જાહેરતા કરી છે અને કહ્યું કે, તેના માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. 74માં સ્વતંત્રતા દિવસ (74th Independence Day) પર લાલા કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે, દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસ: PM મોદીએ લાલ કિલ્લા પર લહેરાવ્યો ધ્વજ, જુઓ Pics...


તમેણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જરૂરીયાત રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાથી પૂરી થશે. તેના પર દેશ 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાની દિશામાં આગાળ વધી રહ્યો છે. જુદા જુદા ક્ષેત્રોની લગભગ સાત હજાર યોજનાઓના ચિહ્નિત પણ કરવામાં આવી છે. આ એક રીતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિ હશે.


પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાત ઘટાડવાનો જ નહીં પરંતુ પોતાની ક્ષમતા, પોતાની રચનાત્મકતા, પોતાનું કૌશલને વધારવાનો પણ છે. થોડા સમય પહેલા સુધી N-95 માસ્ક, પીપીઇ કીટ અને વેન્ટિલેટર વિદેશોથી મંગાવવા પડતા હતા પરંતુ આજે આ તમામ વસ્તુઓ ભારત ના માત્ર પોતાની જરૂરીયાતો પૂર્ણ કરે છે પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યું છે.


આ પણ વાંચો:- ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા માટે ઘણું બધું


તેમણે કહ્યું કે, ગત વર્ષ ભારતમાં પ્રત્યેક્ષ વિદેશ રોકાણ (FDI)એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 18 ટકાનો વધારો થયો છે. આજે વિશ્વની ઘણી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મેક ફોર વલ્ડના મંત્રને લઇને આગળ વધાવાનું છે.


પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભારતીયોએ આત્મનિર્ભર થવાનો સંકલ્પ લીધો છે અને આ માત્ર શબ્દ નહીં પરંતુ તમામ લોકો માટે મંત્ર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર