PM Modi એ Janaushadhi Diwas પર 7500મા જન ઔષધિ કેન્દ્રનું કર્યું ઉદ્ધાટન, સસ્તા ભાવે મળશે દવા 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જન ઔષધિ દિવસ (Janaushadhi diwas) કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેઘાલયના શિલોંગમાં 7500માં જન ઔષધિ કેન્દ્રને દેશને સોંપ્યો.

PM Modi એ Janaushadhi Diwas પર 7500મા જન ઔષધિ કેન્દ્રનું કર્યું ઉદ્ધાટન, સસ્તા ભાવે મળશે દવા 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જન ઔષધિ દિવસ (Janaushadhi diwas) કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેઘાલયના શિલોંગમાં 7500માં જન ઔષધિ કેન્દ્રને દેશને સોંપ્યો. પીએમ મોદીએ કહ્યું કે જન ઔષધિ યોજનાને દેશના ખૂણા ખૂણામાં ચલાવનારા અને તેના કેટલાક લાભાર્થીઓ સાથે મારે જે ચર્ચા થઈ છે તેનાથી સ્પષ્ટ છે કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનો ખુબ મોટો સાથી બની રહી છે. આ યોજના સેવા અને રોજગાર બંનેનું માધ્યમ બની રહી છે. 

પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ કહ્યું કે 1000 થી વધુ જન ઔષધિ કેન્દ્ર તો એવા છે, જેને મહિલાઓ ચલાવી રહી છે. એટલે કે આ યોજના પુત્રીઓની આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપી રહી છે. અઢી  રૂપિયામાં સેનેટરી નેપ્કિન મળે છે અને 11 કરોડથી વધુ પેડ્સ વેચાઈ ચૂક્યા છે. 

— ANI (@ANI) March 7, 2021

તેમણે  કહ્યું કે આ યોજનાથી પહાડી વિસ્તારોમાં, નોર્થ ઈસ્ટમાં અને જનજાતીય વિસ્તારોમાં રહેતા દેશવાસીઓ સુધી સસ્તી દવા આપવામાં મદદ મળી રહી છે. આજે જ્યારે 7500 માં કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું તો તે શિલોંગમાં થયું. તેનાથી સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં જન ઔષધિ કેન્દ્રોની ચેન કેટલી મોટી છે. તેમણે કહ્યું કે 7500 ના પડાવ સુધી પહોંચવું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે 6 વર્ષ પહેલા દેશમાં આવા 100 કેન્દ્રો પણ નહતા. અમે જેટલું જલદી થઈ શકે, તેટલું જલદી 10,000 નો લક્ષ્યાંક પૂર્ણ કરવા માંગીએ છીએ. શું આપણે આઝાદીના 75 વર્ષ માટે આવું કરી શકીએ કે દેશના ઓછામાં ઓછા 75 જિલ્લાઓ એવા હોય કે જેમાં 75થી વધુ જન ઔષધિ કેન્દ્ર હોય. 

પીએમ મોદીએ આગળ કહ્યું કે આ કેન્દ્રો ગરીબોના 3600 કરોડ રૂપિયા બચાવી રહ્યા છે. જન ઔષધિ કેન્દ્રનો પ્રચાર થાય એટલે આ કેન્દ્રોનું ઈન્સેન્ટિવ અઢી લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. આ યોજનાથી ફાર્મા સેક્ટરમાં સંભાવનાઓનું એક નવું આયામ પણ ખુલ્યું છે. તેમણે કહ્યું કે આજે મેડ ઈન ઈન્ડિયા દવાઓ અને સર્જિકલ્સની માગણી પણ વધી છે. માગણી વધવાથી પ્રોડક્ટિવિટી પણ વધી છે. જેનાથી મોટી સંખ્યામાં રોજગારની તકો પેદા કરશે. લાંબા સમય સુધી દેશની સરકારી સોચમાં સ્વાસ્થ્યને ફક્ત બીમારી અને ઈલાજનો જ વિષય માનવામાં આવ્યો. 

પીએમ મોદીએ કહ્યું કે સ્વાસ્થ્યનો વિષય ફક્ત બીમારી અને ઈલાજ સુધી જ સિમિત નથી, પરંતુ તે દેશના સમગ્ર આર્થિક અને સામાજિક તાણાવાણાને પ્રભાવિત કરે છે. આજે મોટા અનાજને માત્ર પ્રોત્સાહિત કરવામાં આવે છે એવું નથી, પરંતુ હવે ભારતની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને  International Year of Millets પણ જાહેર કર્યો છે. Millets પર ફોકસ કરવાથી દેશને પોષ્ટિક અનાજ પણ મળશે અને આપણા ખેડૂતોની આવક પણ વધશે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સારવારમાં આવનારા દરેક પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરાયો છે. સારવાર દરેક ગરીબ સુધી પહોંચાડવામાં આવી છે. જરૂરી દવાઓ, હાર્ટ સ્ટેન્ટ્સ, સર્જરી સાથે જોડાયેલા ઉપકરણોની કિંમત અનેક ગણી ઓછી કરાઈ છે. 

તેમણે કહ્યું કે દેશને આજે પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે કે આપણી પાસે મેડ ઈન ઈન્ડિયા રસી આપણા માટે પણ છે અને દુનિયાની મદદ કરવા માટે પણ છે. આપણી સરકારે અહીં પણ દેશના ગરીબો, મધ્યમ વર્ગનું વિશેષ ધ્યાન રાખ્યું છે. આજે સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ દુનિયાભરમાં સસ્તી એટલે કે 250 રૂપિયાની રસી મૂકવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news