PM મોદીએ કરી નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત, હવે દરેક ભારતીયને થશે ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમવારે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (NDHM) ની શરૂઆત કરી. એનડીએચએમના અંતગર્ત દરેક ભારતીયને એક યૂનિક ડિજિટલ હેલ્થ આઇડી  (Unique Digital Health ID) મળશે. 

Updated By: Sep 27, 2021, 12:02 PM IST
PM મોદીએ કરી નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત, હવે દરેક ભારતીયને થશે ફાયદો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમવારે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (NDHM) ની શરૂઆત કરી. એનડીએચએમના અંતગર્ત દરેક ભારતીયને એક યૂનિક ડિજિટલ હેલ્થ આઇડી  (Unique Digital Health ID) મળશે અને તેનાથી દેશમાં એક ડિજિટલ હેલ્થ સિસ્ટમ તૈયાર કરી શકાશે. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (National Digital Health Mission) ની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં, પીએમ-ડીએચએમ 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાને લોન્ચ કરતાં કહ્યું કે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આ એક ક્રાંતિકારી પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની સારવારમાં આ યોજનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, હવે ડિજિતલ ફોર્મમાં આવવાથી તેનો વિસ્તાર થઇ રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડીયા અભિયાને દેશના સામાન્ય નાગરિકની તાકાત વધારી દીધી છે. આપણા દેશની પાસે 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઇલ યૂઝર, 80 કરોડ ઇન્ટરનેટ યૂઝર, 43 કરોડ જનધન બેંક એકાઉન્ટ છે, આવું દુનિયામાં ક્યાંય નથી. 

વેક્સીનેશનમાં આગળ વધી રહ્યું છે ભારત
પીએમ મોદીએ કહ્યું કે આરોગ્ય સેતુ એપ દ્વારા કોરોના સંક્રમણ ફેલાતા રોકવામાં મદદ મળી, આ સાથે જ ભારત બધાને વેક્સીન મફત આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 90 કરોડ વેક્સીન લગાવવામાં આવી છે. અને તેમાં કો-વિનનો મોટો રોલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં ટેલિમેડિસિને પણ તમામની મદદ કરી છે, આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધી બે કરોડ દેશવાસી મફત સારવાર કરાવી ચૂક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલાં ઘણા ગરીબ એવા હતા, જે હોસ્પિટલ જવાનું ટાળતા હતા પરંતુ આયુષ્માન ભારત આવવાથી તેમનો ડર દૂર થઇ ગયો છે. 

રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનથી શું થશે ફાયદો?
જન  ધન, આધાર અને મોબાઇલ (JAM) ટિનિટ્રી સને સરકારની અન્ય ડિજિટલ પહેલોના રૂપમાં તૈયાર માળખાના આધારે એનડીએચએમ (NDHM) સ્વાસ્થ્ય સંબંધી વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરીને એક વિસ્તૃત શ્રૃંખલાની જોગવાઈના માધ્યમથી ડેટા, માહિતી અને જાણકારીનું એક સહજ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે. જેનાથી બુનિયાદી માળખાકીય સેવાઓની સાથે-સાથે અંતર-પ્રચાલનીય અને માપદંડ આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોની સહમતિથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે.

Bharat Bandh Live: દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે જામ, મેટ્રોની સર્વિસ પર અસર

પ્રધાનમંત્રી઼-ડીએચએમ (PM DHM) ના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આઈડી સામેલ છે, જે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કાર્ય કરશે, જેનાથી વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઈલ એપ્લિકેશનની મદદથી જોડી અને જોઈ શકાશે. આ અંતર્ગત, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રિયા(એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ બંને મામલાઓમાં તમામ આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કાર્ય કરશે. આ તબીબો/હોસ્પિટલો અને આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતા સુનિશ્ચિત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube