PM મોદીએ e-RUPI લોન્ચ કર્યું, હવે કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો

પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને લોન્ચ કરી. e-RUPI ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચશે. 

PM મોદીએ e-RUPI લોન્ચ કર્યું, હવે કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને લોન્ચ કરી. e-RUPI ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચશે. 

PM મોદીએ કહ્યું કે ભારત આજે દુનિયાને જોઈ રહ્યો છે કે ટેક્નોલોજીને એડોપ્ટ કરવામાં, તેનાથી જોડાવવામાં તે કોઈની પણ પાછળ નથી. ઈનોવેશનની વાત હોય, સર્વિસ ડિલિવરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ હોય, ભારત દુનિયાના મોટા દેશો સાથે મળીને ગ્લોબલ લીડરશીપ આપવાની ક્ષમતા ધરાવે છે. 

પીએમએ કહ્યું કે પહેલા આપણા દેશમાં કેટલાક લોકો કહેતા હતા કે ટેક્નોલોજી તો ફક્ત અમીરોની ચીજ છે, ભારત તો ગરીબોનો દેશ છે. આથી ભારત માટે ટેક્નોલોજીનું શું કામ? જ્યારે અમારી સરકારી ટેક્નોલોજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે અનેક રાજનેતા, કેટલાક ખાસ પ્રકારના એક્સપર્ટ્સ તેમના પર સવાલ ઉઠાવતા હતા. 

આજે દેશે તે લોકોની સોચને પણ નકારી છે, અને ખોટી સાબિત કરી છે. આજે દેશની સોચ અલગ છે, નવી છે. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની મદદની, તેમની પ્રગતિના એક ટૂલ તરીકે જોઈ રહ્યા છીએ. 

— ANI (@ANI) August 2, 2021

તેમણે કહ્યું કે eRUPI એક પ્રકારે Person ની સાથે સાથે Purpose Specific પણ છે. જે હેતુથી કોઈ મદદ કે કોઈ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે, તે તેના માટે જ ઉપયોગી થશે, eRUPI એ સુનિશ્ચિત કરશે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં કે બીજા કામ માટે કોઈ મદદ કરવા માંગે તો કેશની જગ્યાએ eRUPI આપી શકશે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલું ધન, તે જ કામમાં ઉપયોગમાં લેવાયું છે જે કામ માટે તે રકમ અપાઈ છે. 

— ANI (@ANI) August 2, 2021

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે આજે દેશ ડિજિટલ ગવર્નન્સને એક નવો આયામ આપી રહ્યો છે. eRUPI વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને, DBT ને વધુ પ્રભાવી બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર છે. તેનાથી Targeted, Transparent અને Leakage Free Delivery માં બધાને મોટી મદદ મળશે. 

મળતી માહિતી મુજબ ઈ વાઉચર તરીકે મોબાઈલ પર QR કોડ કે SMS મળશે. અનેક સરકારી યોજનાઓમાં e-RUPI નો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી કેશ લેવડદેવડ ઘટશે અને મધ્યસ્થની ભૂમિકા ખતમ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news