'ગોધરાકાંડમાં મારી છબી ખરાબ કરવાની કોશિશ કરાઈ...' પોડકાસ્ટમાં PM મોદીએ કર્યો મોટો ખુલાસો

PM Modi Podcast: લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણોની ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે, તેમની છબી ખરાબ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા. 2002 પછી ગુજરાત ક્યારેય ડિસ્ટર્બ થયું નથી.

'ગોધરાકાંડમાં મારી છબી ખરાબ કરવાની કોશિશ કરાઈ...' પોડકાસ્ટમાં PM મોદીએ કર્યો મોટો ખુલાસો

PM Modi Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાર્યોથી દરેકનું દિલ જીતી લે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, પીએમ કંઈક એવું કરતા રહે છે કે લોકોનું ધ્યાન તેમની તરફ જાય છે. પીએમ મોદી અને પ્રખ્યાત MIT વૈજ્ઞાનિક અને AI સંશોધક લેક્સ ફ્રીડમેનનું પોડકાસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ તેમના જીવનના ઉતાર-ચઢાવની ચર્ચા કરી હતી.

લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દે અનેક જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા અને ખોટા નિવેદનો બનાવીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોધરા પહેલા પણ ગુજરાતમાં 250થી વધુ રમખાણો થયા હતા અને કોમી હિંસાની ઘટનાઓ સામાન્ય હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, તે સમયે સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હિંસાની ઘટનાઓ ઝડપથી વધી રહી હતી.

2002 પછી ગુજરાતમાં કોઈ રમખાણો થયા નથી
પીએમ મોદીએ આ વાત પર પણ ભાર મૂક્યો કે, 2002 પછી ગુજરાતમાં એક પણ રમખાણ નથી થયું. તેમણે તેને સુશાસન, નિષ્પક્ષ નીતિઓ અને સમાજમાં સ્થિરતા લાવવાના પ્રયાસોનું પરિણામ ગણાવ્યું હતું. પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમની સરકાર ક્યારેય વોટ બેન્કની રાજનીતિમાં સામેલ નથી, પરંતુ હંમેશા 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ'ના સિદ્ધાંતોનું પાલન કરે છે. તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા હંમેશા તમામ નાગરિકોનું કલ્યાણ અને દેશની પ્રગતિ રહી છે.

શાંતિ અને વિકાસનો સંકલ્પ
પીએમ મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો કે, કેવી રીતે કેટલાક લોકોએ ગોધરા રમખાણો પછી તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. તેમની સામે ખોટા આરોપો અને પ્રચાર કરવામાં આવ્યા, પરંતુ આખરે ન્યાય થયો અને અદાલતોએ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. પીએમ મોદીના મતે ગુજરાતમાં શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધવાનો જે સંકલ્પ લેવાયો હતો તે આજે પણ ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news