જય મહારાષ્ટ્ર... ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન, જાણો ઝારખંડની જનતાને શું કહ્યું?
Election Results: પીએમ મોદીએ આ પરિણામને વિકાસ અને સુશાસનની જીત જણાવતા કહ્યું કે, આ પરિણામ NDAની જનહિતકારી નીતિઓ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની અદભૂત સફળતા અને ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાની હેઠળના ગઠબંધનની લીડ પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
PM Modi reaction on Results: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી તથા અન્ય રાજ્યમોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જનતા અને NDAના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. પીએમ મોદીએ આ પરિણામને વિકાસ અને સુશાનનની જીત જણાવતા કહ્યું કે, આ પરિણામ NDAની જનહિતકારી નીતિઓ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની શાનદાર સફળતા અને ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાની હેઠળના ગઠબંધનની લીડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ડેવલપમેન્ટ-ગુડ ગવર્નેસ.. જય મહારાષ્ટ્ર...
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં NDAના મહાયુતિ ગઠબંધને 200થી વધુ સીટો પર લીડ મેળવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કી મહારાષ્ટ્રની જનતા, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો ઐતિહાસિક જનાદેશ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રગતિ માટે અમારું ગઠબંધન કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર!
ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ બાદ રાહુલ-યશસ્વીએ બનાવ્યો રેકોર્ડ,ટીમ ઈન્ડિયા કંગારૂઓ પર હાવી
ઝારખંડની જનતાનો આભાર...
ઝારખંડમાં પણ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. અહીં હેમંત સોરેનની આગેવાની હેઠળનું ગઠબંધન 40થી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે NDA 30થી વધુ બેઠકો પર આગળ છે. પીએમ મોદીએ ઝારખંડના લોકોનો આભાર માનતા ટ્વીટ કર્યું કે, "અમે હમેંશા રાજ્યના લોકોની સમસ્યાઓને ઉઠાવવામાં અને તેમના માટે કામ કરવામાં અગ્રેસર રહીશું." આ ઉપરાંત તેમણે હેમંત સોરેન અને તેમની પાર્ટીને તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.
માલામાલ થવાની તક! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર?બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ
NDAની નીતિઓની સફળતા...
વડાપ્રધાને NDA કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓએ જનતાની વચ્ચે સખત મહેનત કરી અને સુશાસનનો એજન્ડા રજૂ કર્યો. તેમના મતે આ જીત એનડીએની નીતિઓની સફળતા જ નહીં પરંતુ જનતાના વિશ્વાસનું પ્રમાણ પણ છે. આ પરિણામો પછી એ સ્પષ્ટ છે કે NDAનો વિજયી રથ આગળ વધી રહ્યો છે અને તે જનહિતના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધને વિપક્ષ MVAને પાછળ છોડીને જોરદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષ પર જોરદાર પ્રહારો કરીને જોરદાર પ્રદર્શન કર્યું છે. આ 9 સીટોમાંથી સાત બેઠકો પર NDA અને માત્ર 2 સીટો પર સપા આગળ છે.