)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી કહેવામાં આવેલા અપશબ્દો પર કડક પ્રતિક્રિયા આપી છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી તેમના માતાને ગાળો આપવામાં આવી. પીએમ મોદીએ કહ્યું- 'માતા તો આપણો સંસાર હોય છે, માતા આપણું સ્વાભિમાન હોય છે. આ સમૃદ્ધ પરંપરાવાળા બિરાજમાં થોડા દિવસ પહેલા જે થયું, તેની મેં કલ્પના નહોતી કરી. મારા માતાને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી, છતાં તેમને ગાળો આપવામાં આવી.'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારની મહિલાઓ માટે એક નવી સુવિધાની શરૂઆત કરી હતી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડનો શુભારંભ કર્યો અને સંસ્થાના બેંક ખાતામાં 105 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે આ સુવિધા બિહારના દરેક ગામમાં જીવિકા સાથે જોડાયેલી બહેનોને સરળતાથી પૈસા મળી જશે. તેમને નાણાકીય મદદ મળશે, જેનાથી તેના કામ અને કારોબારને આગળ વધારવામાં સહાયતા મળશે.
#WATCH | Prime Minister Narendra Modi says, "...My mother raised us all in extreme poverty... She would never buy a new saree for herself and would save every penny for our family. Like my mother, crores of mothers of my nation do 'tapasya' every day."
(Video: DD) pic.twitter.com/xDPnRZRlsS
— ANI (@ANI) September 2, 2025
પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે આ અપમાન માત્ર તેમના માતાનું નહીં, પરંતુ દેશની દરેક માતા, બહેન અને દીકરીનું અપમાન છે. તેમણે કહ્યું, મને ખબર છે કે બિહારની દરેક માતાને આ સાંભળીને ખરાબ લાગ્યું છે. જેટલી પીડા મારા હ્રદયમાં છે, એટલી તકલીફ બિહારના લોકોને પણ છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "...My mother separated me from her so that I could serve crores of mothers like you. You all know that now my mother is not alive. Some time ago, after completing 100 years of age, she left us all. That mother of mine, who has nothing… pic.twitter.com/xQK5Yp8UJF
— ANI (@ANI) September 2, 2025
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે જે માતાનું હવે શરીર પણ નથી, તેમને આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી ખરાબ ગાળો આપવામાં આવી. તેમણે ભાર આપીને કહ્યું કે આ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સામાજિક અપમાન છે. જેનો અનુભવ બિહારની જનતાએ પણ કર્યો છે.