PM મોદી આજે વારાણસીને આપશે મોટી ભેટ, આટલા કરોડની યોજનાઓની કરશે શરૂઆત 

દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે વારાણસી માટે 614 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. 

PM મોદી આજે વારાણસીને આપશે મોટી ભેટ, આટલા કરોડની યોજનાઓની કરશે શરૂઆત 

વારાણસી: દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે વારાણસી માટે 614 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. 

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્ધાટન
પ્રધાનમંત્રી મોદી આજે સવારે સાડા 10 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કૃષિ, પર્યટન, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિભિન્ન વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેનો અંદાજિત ખર્ચ 614 કરોડ હોવાનું કહેવાય છે. 

ટ્વીટ કરીને પીએમ મોદીએ કરી આ વાત
પીએમ મોદીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, "વારાણસીની વિકાસયાત્રામાં આવતી કાલે એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાવવાનો છે. સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરીશ. જેમાં કૃષિ અને પર્યટનની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સંબંધિત અન્ય પ્રોજેક્ટ્સ પણ સામેલ છે."

— Narendra Modi (@narendramodi) November 8, 2020

આ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ધાટન
પીએમ મોદીના આ કાર્યક્રમમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેમાં સારનાથ લાઈટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગરને અપગ્રેડ, ગાયો સંબંધિત કાર્ય, ગાયોના સંરક્ષણ અને સંરક્ષણ માટે પાયાની સુવિધાઓનું કામ, બહુઉદ્દેશ્ય બીજ ભંડાર ગૃહ સામેલ છે. આ સાથે જ પીએમ મોદી કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટ્સના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news