વોશિંગટનથી ન્યૂયોર્ક સુધી PM મોદીએ મારી બાજી, આ રીતે સમજાવ્યું 'મધર ઓફ ડેમોક્રેસી'નું મહત્વ

પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત (PM Modi America Visit) પૂરી થઈ છે. પીએમની મુલાકાતએ દુનિયાને 'ગ્લોબલ સંદેશ' આપ્યો છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત હોય, QUAD સમિટ હોય અથવા UNGA માં ભાષણ હોય, પ્રધાનમંત્રીએ દરેક મંચ પર દુનિયાને 'વર્લ્ડ વિઝન' રજૂ કર્યું છે

Updated By: Sep 26, 2021, 08:04 AM IST
વોશિંગટનથી ન્યૂયોર્ક સુધી PM મોદીએ મારી બાજી, આ રીતે સમજાવ્યું 'મધર ઓફ ડેમોક્રેસી'નું મહત્વ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત (PM Modi America Visit) પૂરી થઈ છે. પીએમની મુલાકાતએ દુનિયાને 'ગ્લોબલ સંદેશ' આપ્યો છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત હોય, QUAD સમિટ હોય અથવા UNGA માં ભાષણ હોય, પ્રધાનમંત્રીએ દરેક મંચ પર દુનિયાને 'વર્લ્ડ વિઝન' રજૂ કર્યું છે. બિડેન સાથેની વાતચીત દરમિયાન તેમણે UNSC કાઉન્સિલમાં ભારતની કાયમી સભ્યપદની ભારપૂર્વક હિમાયત કરી હતી અને QUAD માં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની શાંતિ માટે એકતાનું આહવાન કર્યું. આજે (શનિવારે) UNGA તરફથી પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર આતંકવાદ સામે ભારતનું કડક વલણ દુનિયા સમક્ષ મૂક્યું. એકંદરે પીએમ મોદીની અમેરિકા મુલાકાત રાજદ્વારી સ્તરે ભારત (India) માટે ઘણી રીતે ખુબ જ મહત્વની સાબિત થઈ.

ચીન અને પાકિસ્તાનની ચુસ્ત ઘેરાબંધી
વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ (White House) થી લઈને ન્યૂયોર્ક (New York) માં યુએન હેડક્વાર્ટર (UN Office) સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. એટલું જ નહીં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો મુદ્દો ઉઠાવતા તેમણે ચીનની વિસ્તરણવાદી નીતિ પર પણ પ્રહાર કર્યા. તે જ સમયે જ્યાં અન્ય મોટા દેશો અફઘાનિસ્તાનના મુદ્દે બોલવાનું ટાળી રહ્યા છે, ત્યાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, જે દેશ અફઘાનિસ્તાનને દિશા બતાવવાની શક્તિ ધરાવે છે તે આજે ચૂપ રહેશે, તો સમય તેનો 'જવાબ' આપશે. આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ભૂમિના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે UNGA તરફથી પાકિસ્તાનને અરીસો બતાવ્યો. પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, જે દેશો આતંકવાદનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થાય તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ દેશ નાજુક પરિસ્થિતિઓને પોતાના સ્વાર્થના ટૂલ તરીકે વાપરવાનો પ્રયત્ન ન કરે.

આતંકવાદ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ના કરો... PM મોદીની UNGA માં આ 10 મુખ્ય વાતો

દુનિયામાં સમજાવ્યું 'મધર ઓફ ડેમોક્રેસી'નું મહત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન તેમની ભારતીય શૈલીમાં જોવા મળ્યા હતા. બિડેનને મળવાથી લઈને UNGA સુધી પીએમ મોદી કુર્તા, પાયજામા અને જેકેટમાં જોવા મળ્યા હતા. હંમેશની જેમ, તેમણે સંપૂર્ણ વિશ્વાસ સાથે હિન્દીમાં વાત કરી. પીએમ મોદીએ UNGA માં કહ્યું કે, હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જે મધર ઓફ ડેમોક્રેસીનું ગૌરવ ધરાવે છે. અમારી પાસે લોકશાહીની હજારો વર્ષો જૂની પરંપરા છે. આ 15 મી ઓગસ્ટના રોજ ભારતે તેની આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો. અમારી વિવિધતા એ અમારી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ કે જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, રહેવાની જુદી જુદી આદતો, ખાણી-પીણી છે. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે.

UNGA માં પાકિસ્તાન પર પ્રહાર, PM Modi એ કહ્યું- કેટલાક લોકો આતંકવાદને રાજકીય હથિયાર બનાવી રહ્યા છે

બિડેનને આપ્યો સંબંધોમાં મજબૂતીનો '5T' મંત્ર
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારત-યુએસ ભાગીદારી મજબૂત થઈ રહી છે અને આપણે તેને નવી ઉંચાઈએ લઈ જવાની છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત-યુએસ સંબંધોના માળખાને ફરીથી વ્યાખ્યાયિત કરતી વખતે '5T' ની કલ્પના પર ભાર મૂક્યો. પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે '5T' એટલે કે પરંપરા, પ્રતિભા, ટેકનોલોજી, વેપાર અને સંરક્ષણ (Tradition, Talent, Technology, Trade & Trusteeship) ની કલ્પના સાથે અમે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. વ્હાઈટ હાઉસમાં બેઠક દરમિયાન પીએમએ આગામી દાયકામાં ભારત-અમેરિકા સંબંધો પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કરતા આ વાત કરી હતી.

PM Awas Yojana: સરકારે બનાવ્યા નવા નિયમ, જાણી લો નહીં તો રદ કરવામાં આવશે ફાળવણી

QUAD થી શીખવ્યો માનવતાના પાઠ
QUAD કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દુનિયાને માનવતાનો પાઠ શીખવ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે, અમે અહીં કોરોના કાળ દરમિયાન માનવતા માટે એક થયા છીએ. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ લીડર્સ સમિટ 2021 (QUAD Summit 2021) માં ભાગ લીધો હતો. સાથે જ તેમણે કહ્યું કે 2004 ના સુનામી પછી અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની મદદ માટે ભેગા થયા હતા. આજે જ્યારે દુનિયા કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે આપણે ફરી એકવાર માનવતાના હિતમાં એક ક્વાડ તરીકે કામ કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube