)
PM Modi Address To Nation : સમાચાર એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ સંબોધન GST સુધારાને લઈને હોઈ શકે છે, તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તો તેઓ 22 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી નવરાત્રિની અંગે પણ વાત કરી શકે છે. જોકે, તેમના સંબોધન અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu
— ANI (@ANI) September 21, 2025
સોશિયલ મીડિયા પર પહેલાથી જ અટકળો ચાલી રહી છે. કેટલાક યુઝર્સ માને છે કે નવા GST દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. દિવાળી પહેલા સામાન્ય માણસને એક મહત્વપૂર્ણ ભેટ મળવાની છે, જેમાં ઘણી વસ્તુઓ સસ્તી થશે. તેથી લોકો માને છે કે પીએમ મોદી આ નિર્ણય વિશે વિગતવાર માહિતી આપી શકે છે.
નોંધનીય છે કે સરકારે GST 2.0 હેઠળ અનેક ઉત્પાદનો પર GST દર ઘટાડ્યા છે. હવે, ફક્ત બે GST સ્લેબ - 5% અને 18% યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે 12% અને 28% ટેક્સ સ્લેબ દૂર કરવામાં આવ્યા છે. 12% સ્લેબમાં મોટાભાગના ઉત્પાદનોને 5% સ્લેબમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 28% સ્લેબમાં મોટાભાગના ઉત્પાદનોને 18% સ્લેબમાં મૂકવામાં આવ્યા છે.