દેવગૌડાએ કહ્યું- આ બાબતે વાજપાઇ કરતાં બે પગલાં આગળ છે મોદી

વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની પ્રશંસા કરતાં એક દિવસ બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ ગુરૂવારે (3 મે)ના રોજ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આદર્શ અટલ બિહારી વાજપાઇની તુલનામાં પીએમ મોદી જનતા વચ્ચે ભાષણ આપવામાં વધુ શાર્પ છે. 

દેવગૌડાએ કહ્યું- આ બાબતે વાજપાઇ કરતાં બે પગલાં આગળ છે મોદી

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની પ્રશંસા કરતાં એક દિવસ બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ ગુરૂવારે (3 મે)ના રોજ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આદર્શ અટલ બિહારી વાજપાઇની તુલનામાં પીએમ મોદી જનતા વચ્ચે ભાષણ આપવામાં વધુ શાર્પ છે. દેવગૌડાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાઇમ્સ ઓફ ઇન્ડીયનાને આ વાત કહી. જેડી (યૂ) સુપ્રીમો એચડી દેવગૌડાને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી તમારી પ્રશંસા વખતે ભાવનાઓમાં વહી ગયા, તો તેમણે હસતા કહ્યું કે 'જનસભાને સંબોધિત કરવાના મામલે વાજપાઇની તુલનામાં પીએમ મોદી વધુ શાર્પ છે. તે સમયે વાજપાઇજી અમારી સરકારને સમર્થન આપવા માટે તૈયાર હતા, જ્યારે કોંગ્રેસે 1997માં અમે હરાવ્યા, પરંતુ મે ના પાડી દીધી. તે એક શાનદાર માણસ છે, હું અલગ વ્યક્તિત્વનો છું. સત્તાની ભૂખ્યા રાજનેતા નથી.'

દેવગૌડાને અપમાનિત કરવા માટે રાહુલ પર વરસ્યા મોદી
આ પહેલાં ગત 1 મેના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે જેડી (યૂ) સુપ્રીમો એચડી દેવગૌડાને અપમાનિત કરવા તેમના 'અહંકાર' ને દર્શાવે છે. કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં પૂર્વ વડાપ્રધાનમંત્રીની પ્રશંસા કરતાં નરેંદ્ર મોદીએ કહ્યું કે દેવગૌડા સૌથી વધુ સન્માનિત અને કદાવર નેતાઓમાંથી એક છે અને તેમના માટે મારા મનમાં ખૂબ સન્માન છે.

પીએમ મોદીએ કર્ણાટકના ઉડ્ડીપીમાં કહ્યું હતું, ''કોંગ્રેસ અધ્યક્ષે 15-20 દિવસ પહેલાં રાજકીય રેલીમાં જે કહ્યું, તે મેં સાંભળ્યું...જે પ્રકારે તેમણે દેવગૌડાજી વિશે વાત કરી..શું આ તમારા સંસ્કાર છે? આ તો અહંકાર છે.''

મોદી, જેડી (યૂ)ની મજબૂત પકડવાળા વિસ્તારમાં થયેલી રાહુલની રેલીઓના ભાષણ તરફ સંકેત કરી રહ્યા હતા. રાહુલે પોતાના સંબોધનમાં દેવગૌડા પર પ્રહાર કરતાં તેમની પાર્ટીને ભાજપની ''બી ટીમ'' ગણાવી હતી. વડાપ્રધાનમંત્રીની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં ખંડિત જનાદેશ આવશે અને કોઇપણ પાર્ટીને એકલા પોતાના દમ પર બહુમત પ્રાપ્ત થશે નહી.

પીએમ મોદીએ દેવગૌડાને ગણાવ્યા માટીના લાલ
પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પ્રશંસા કરતાં કહ્યું કે તેમને 'માટીના લાલ, ખેડૂતના પુત્ર' ગણાવ્યા. મોદીએ કહ્યું કે દેવગૌડા જ્યારે પણ તેમને મળવા માટે દિલ્હી આવે છે, ''હું આ વાતનું ધ્યાન રાખું છું કે હું મારા ઘરના દ્વાર પર જઇને તેમનું સ્વાગત કરું... તેમના માટે કારનો દરવાજો ખોલું...'' તેમણે કહ્યું કે બંનેની વિચારધારા અલગ હોવાથી તથા દેવગૌડાની પાર્ટી દ્વારા સંસદમાં તેમની સરકાર વિરૂદ્ધ મતદાન કરવા છતાં આ કામ કરું છું.

(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news