)
New PMO: 1947 ના 78 વર્ષ બાદ PMO સાઉથ બ્લોક છોડી નવા સેન્ટ્રલ વિસ્ટા ભવનમાં શિફ્ટ થશે. મુખ્ય કચેરીઓ નવી ઇમારતોમાં સ્થળાંતરિત થવાની સાથે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક, જે લગભગ આઠ દાયકાથી ભારત સરકારનું કેન્દ્ર હતું, તેને 'યુગે યુગિન ભારત સંગ્રહાલય' નામના જાહેર સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવશે.
એક્ઝિક્યુટિવ એન્ક્લેવ
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં સાઉથ બ્લોકમાં સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) આવતા મહિને થોડાક સો મીટર દૂર એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં ખસેડવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ એક્ઝિક્યુટિવ એન્ક્લેવને PMO અને અન્ય ટોચના સરકારી કાર્યાલયોને રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસની નજીક
PMO સિવાય એક્ઝિક્યુટિવ એન્કલેવમાં કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને એક કોન્ફરન્સિંગ સુવિધા પણ છે. નવું પીએમઓ પ્રધાનમંત્રી આવાસની નજીક છે.
કેમ જરૂર પડી
નવા કાર્યાલય ભવનોના નિર્માણની જરૂર મુખ્ય રૂપથી જગ્યાની કમીને કારણે હતી. જૂની બિલ્ડિંગમાં આધુનિક સુવિધાઓ નહોતી. તે અનુભવ થયો કે ભારત સરકારને એક ઉભરતી આર્થિક શક્તિના રૂપમાં પોતાની છબીને અનુરૂપ નવા ભવનની જરૂરિયાત છે.
નામ પણ બદલાશે
અધિકારીઓનું કહેવું છે કે નવા નવા પીએમઓનું નામ કેન્દ્ર સરકાર દ્વારા બધી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાઓના નામકરણની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખતા બદલી શકાય છે. રિપોર્ટ અનુસાર નવા પીએમઓનું નામ સેવાની ભાવનાને દર્શાવવા માટે રાખી શકાય છે.
પ્રધાનમંત્રીએ પોતાના ત્રીજા કાર્યકાળમાં કાર્યભાર સંભાળ્યા બાદ પીએમઓમાં આપેલા પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે પીએમઓ જનસેવાનું સ્થાન બને. તેમણે કહ્યું પીએમો જનતાનું પીએમઓ હોવું જોઈએ. આ મોદીનું પીએમઓ ન હોઈ શકે.