લખનઉ, અંકિત મિશ્રાઃ શાયર મુનવ્વર રાણા (Munavwar Rana) હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે ચે. હાલમાં તેમણે પલાયનને લઈને પોતાની જૂની વાત ફરી કરી છે. તેમણે કહ્યું કે, યોગી જીનો જિન્ના સાથે ખાનદાની સંબંધ હશે, મારા પર એટલો અત્યાચાર થયો છે કે મારે પલાયન કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો યોગી સરકાર આવી તો અમે પલાયન કરી દેશું
મુનવ્વર રાણાએ આગળ કહ્યુ કે, મારા પર એટલા અત્યાચાર થયા છે કે મારે તે કહેવું પડી રહ્યું છે કે પલાયન કરવું પડશે, પાછલા દિવસોમાં અમને સત્તાએ ખુબ પરેશાન કર્યા. અમારા વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. તેમણે કહ્યું કે, કોઈ વાત કહેવી અને સત્ય બોલવા પર FIR નોંધવામાં આવે છે. ઓવૈસીની નાદાનીથી યોગી સરકારમાં આવે છે તો અમે પલાયન કરી દેશું. 


આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા સંયુક્ત કિસાન મોરચાએ કરી મોટી જાહેરાત, જાણો હવે શું છે પ્લાન?


યૂપીથી ઘણા મુસલમાન પલાયન કરી ચુક્યા છે
ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યુ કે, જો અમિત શાહ ગણી શકે છે તો ખ્યાલ આવશે કે યૂપીથી કેટલા મુસલમાન પલાયન કરી ચુક્યા છે. તેણણે કહ્યું કે, રાજનીતિ સાથે મારે કોઈ સંબંધ નથી, મારો રાજનીતિ સાથે એટલો સંબંધ છે જેટલો મહાત્મા ગાંધીનો ખરાબ મહિલાઓ સાથે. હું રૂલિંગ પાર્ટીની હંમેશા આલોચના કરતો રહ્યો છું. 


ચીનીને સુગર બોલે છે પીએમ
સીએમ યોગી પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, યોગી કેમ જિન્ના અને પાકિસ્તાન કરી રહ્યાં છે? તે કોને બોલી રહ્યાં છો, યોગી જીનો ખુદનો ખાનદાની સંબંધ હશે જિન્ના સાથે, આ સિવાય તેમની પાસે કોઈ કામ નથી. પાકિસ્તાન બાળક છે અને આપણે માતા છીએ. અસલી દુશ્મન તો ચીન છે. 56 ઇંચની છાતીવાળા પીએમ બધુ કહી શકે છે પરંતુ ચીની અને ચીન બોલવાનું ભૂલી જાય છે. જો ચીનીની જગ્યાએ સુગર બોલે છે, કારણ કે ચીન બોલવાથી ડરી ગયા છે.


આ પણ વાંચોઃ દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુઆંક વધ્યો


યૂપીમાં રહેવામાં લાગે છે ડર
રાણાએ આગળ કહ્યુ કે, એવોર્ડ વાપસીના સમયે મેં મોદીજી ને કહ્યુ હતુ કે અખલાકના ઘરે જાવ અને તેના આંસુ લુછો, ત્યારે જુઓ આ 20 કરોડ મુસલમાન બધાને છોડીને તમારી તરફ આવી જશે. ભાજપમાં પણ સારા લોકો છે પરંતુ યોગી સારા નથી. તેમણે કહ્યું કે, સબકા સાથ સબકા વિકાસનો નારો ખોટો છે. અમે અહીં રહેવામાં ડરીએ છીએ. અહીં ઉત્તર પ્રદેશની સ્થિતિ સારી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube