પૂનમ યાદવ સાથે પાડોશીની મારામારી: ગામનાં સરપંચ વિરુદ્ધ કેસ દાખલ

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી પુનમ યાદવ સાથે પાડોશીઓનું જ અયોગ્ય વર્તન

Updated By: Apr 14, 2018, 07:33 PM IST
પૂનમ યાદવ સાથે પાડોશીની મારામારી: ગામનાં સરપંચ વિરુદ્ધ કેસ દાખલ

વારાણસી : 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડમેડલ જીતનારી ખેલાડી પુનમ યાદવની સાથે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં મારપીટની ઘટના સામે આવી છે. સોનું જીતીને સ્વદેશ પહોંચેલી પુત્રી સાથે આવી ઘટના થશે,તેમણે વિચાર્યું પણ નહોતું. પુનમ અને તેમની માસીની દિકરી બહેનની સાથે શનિવારે વારાણસીનાં રોહનિયા સાથે મારપીટ થઇ હતી. આ મારપીટ પૂનમની માસીની બહેન અને તેનાં પાડોશીઓ વચ્ચે થઇ હતી. પુનમ આ લડાઇમાં વચ્ચે બચાવ કરવા માટે ઉતરી તો તેની સાથે પણ ગેરવર્તણુંક કરવામાં આવી. 

મળતી માહિતી અનુસાર પૂનમ યાદવ રોહનિયામાં પોતાનાં માસીનાં ઘરે ગઇ હતી. માસીનાં ઘરનાં લોકો અને પાડોશીઓની વચ્ચે કોઇ મુદ્દે લડાઇ ચાલુ થઇ ગઇ હતી. ઝગડો વધતો જોઇને પુનમે બંન્ને પક્ષોનાં લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તો પાડોશીઓએ પૂનમ અને તેનાં સંબંધીઓ પર ઇંટ અને પથ્થ વડે હૂમલો કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર આ લોકોની વચ્ચે જુનો વિવાદ હતો, જેનો ભોગ આંતરરાષ્ટ્રીય ખેલાડી પુનમ પણ આવી ગઇ હતી. પુનમની માસીની દિકરી બહેનનું કહેવું છે કે ગ્રામપ્રધાન અને પાડોશીઓએ તેની પર હૂમલો કર્યો.

આ મુદ્દે પુનમ અને તેનાં સંબંધીઓની તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુનમ યાદવ થોડા દિવસો પહેલા જ કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં 69 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પૂનમે કુલ 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. પુનમ શુક્રવારે જ વારાણસી ખાતે પહોંચી હતી. અહીં તેનું જોરદાર સ્વાગત થયું હતું. પુનમનું ઘર વારાણસી શહેરથી આશરે 7 કિલોમીટર દુર વસેલા દાદૂપુર ગામમાં છે. ગામમાં જન્મેલી અને ઉછરેલી પુનમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.