જો તમારું ઘર ‘આવું’ હોય તો તમે Corona virus થી સુરક્ષિત નથી

કોરોના વાયરસ (Coronavirus) ને લઈને સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. પરંતુ શું તમે જાણો છો કે, જો તમારા ઘરમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક રિસર્ચમાં જણાવ્યું કે, ઘર અને ઓફિસમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો નોવેલ કોરોના વાયરસના ફેલાવાનો ખતરો વધી જાય છે. COVID-19 મહામારીની વિરુદ્ધ લડાઈનું આગામી મોરચો આ પ્રકારના સંક્રમણને રોકવાનું છે. 

Updated By: May 30, 2020, 11:05 AM IST
જો તમારું ઘર ‘આવું’ હોય તો તમે Corona virus થી સુરક્ષિત નથી

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ને લઈને સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. પરંતુ શું તમે જાણો છો કે, જો તમારા ઘરમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક રિસર્ચમાં જણાવ્યું કે, ઘર અને ઓફિસમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો નોવેલ કોરોના વાયરસના ફેલાવાનો ખતરો વધી જાય છે. COVID-19 મહામારીની વિરુદ્ધ લડાઈનું આગામી મોરચો આ પ્રકારના સંક્રમણને રોકવાનું છે. 

કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી

સિટી એન્ડ એન્વાર્યનમેન્ટ ઈન્ટરેક્શન જનરલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, નોવેલ કોરોના વાયરસ, SARS-CoV-2 જેવા અનેક વાયરસ આકાર 100 માઈક્રોનથી ઓછી સાઈઝના છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, કોઈ વ્યક્તિના ઉધરસ ખાવાથી અને છીંકવાથી પેદા થયેલ શ્વાસના ટપકાંમાં વાયરસની સાથે સાથે પાણી, મીઠું અને કેટલાક ઓર્ગેનિક પદાર્થ પણ હોય છે. 

પાકિસ્તાનમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ 

રિસર્સમાં બ્રિટનના તમામ યુનિવર્સિટીના રિસર્ચર્સ પણ સામેલ છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, જેમ ટીપા (droplets) થી પાણી બાષ્પીભવન થાય છે, સુક્ષ્મ પદાર્થ નાના અને હળવા થઈ જાય છે, જે હવામાં તરતા રહે છે. સમયની સાથે વાયરસ કન્સ્ટ્રેટ થઈ જાય છે. જેનાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. ખાસ કરીને જો હવા ઈન્ડોર વાતાવરણમાં સ્થિર થઈ જાય. 

રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, COVID-19 ના ઈન્ડોર ટ્રાન્સમિશનથી લડવા માટે બિલ્ડીંગમાં વેન્ટિલેશનની સુવિધામાં સુધારો કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ગંભીર રૂપથી સંક્રમિત વ્યક્તિઓની ઓળખ થવી અને તે જગ્યાએ થતી ગતિવિધિઓ પર યોગ્ય ઉપાય કરવાની આવશ્યકતા છે. માસ્કને લઈને સ્પષ્ટ દિશાનિર્દેશની જરૂર છે.  

યુનિવર્સિટીની સ્ટડીના મુખ્ય લેખક પ્રશાંત કુમારે કહ્યું કે, સારી ઈન્ડોર વેન્ટિલેશન માટે યોગ્ય પગલું એ છે કે, સંક્રમણનો ખતરો ઓછો કરવામાં આવે. કોવિડ-19 અને આ પ્રકારના વાયરસને એરબોર્ન ટ્રાન્સમિશનને ઓળખવા અને સમજવા માટે વધુ રિસર્ચ થવા જોઈએ. જેનાથી વધુ લોકોવાળી જગ્યા પર વાયરસવાળી હવાનું બનવું ઓછું કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર