પ્રયાગરાજના છોકરાએ બનાવી સુપર વંડર કાર, બુલેટ ટ્રેનની ગતિથી દોડશે, કિંમત BMW ની બરાબર
India's First Super Electric Car In Prayagraj: પ્રયાગરાજના અશોકનગરના એક યુવકે વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક સુપર કારની ડિઝાઇન રજૂ કરીને વાહન ઉત્પાદક કંપનીઓનું ધ્યાન ખેંચ્યું છે.
Trending Photos
પ્રયાગરાજઃ ભારતના યુવાઓ હવે દુનિયા બદલવા નીકળ્યા છે... આવું કહીએ તો કંઈપણ ખોટું નથી... કેમ કે પ્રયાગરાજના 26 વર્ષના અભિષેક વૈરાગ્યે એવી કમાલ કરી છેકે દુનિયાના દેશો મોંમાં આંગળા નાંખી જાય... તેણે ભારતની પહેલી ઈલેક્ટ્રિક સુપર કાર થંડરનું પ્રોટોટાઈપ તૈયાર કરી દીધું છે... હાલ નવી દિલ્લીના એક સ્ટાર્ટઅપમાં તે આકર્ષણનું કેન્દ્ર બની છે... ત્યારે તે કેટલાં કિલોમીટરની ઝડપે દોડે છે?... અભિષેકે કેટલાં સમયમાં તેનું નિર્માણ કર્યુ?... જોઈશું આ રિપોર્ટમાં...
જી હા, અભિષેક વૈરાગ્ય નામના યુવાને હકીકતમાં તીર્થનગરીનું નામ રોશન કરી દીધું છે... તેણે દેશની પહેલી ઈલેક્ટ્રિક સુપર કાર થંડર બનાવી દીધી છે... જે હાલ મોતીલાલ નેહરૂ NITમાં આયોજિત સ્ટાર્ટઅપમાં આકર્ષણનું કેન્દ્ર બની છે... આ કાર જોઈને તમને હિંદી ફિલ્મ ટારઝન ધ વંડર કારની યાદ આવી જશે...
પ્રયાગરાજના અભિષેકે 4 વર્ષની સખત મહેનત બાદ તેની ડિઝાઈન તૈયાર કરી છે... આ ઈ-સુપર કારને બનાવવા માટે તેણે અત્યાર સુધી 16 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે... તેને કઈ રીતે ઈ-સુપર કાર બનાવવાનો આઈડિયા આવ્યો તેના વિશે અભિષેકે ખુલાસો કર્યો.
હવે તમારા મનમાં એમ થતું હશે કે થંડર કારમાં કઈ વિશેષતા છે જે તેને બીજી ઈ-કારથી વિશેષ બનાવે છે. કારની મહત્તમ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. તેને વધારીને 250 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે. એકવાર બેટરી ચાર્જ પછી તે 200 કિમી સુધી ચાલે છે.
સ્ટાર્ટઅપ એક્સ્પોમાં કારને જોઈને ત્યાં આવેલાં યુવાઓ પણ તેના પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે... અને તેના મન ખોલીને વખાણ કરી રહ્યા છે...
હજુ તો આ શરૂઆત છે... અભિષેકનું સપનું અહીંયા જ અટકી જવાનું નથી... તે આગામી સમયમાં 2 સીટર અને 4 સીટરની સુપર કાર બનાવવા માગે છે... જે પ્રમાણે દેશમાં ઈનોવેશન થઈ રહ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે મેરા દેશ બદલ રહા હૈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે