ગુજરાતી ન્યૂઝIndiaજૂન, જુલાઈ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ક્યાં કેવો પડશે વરસાદ? જો આ આગાહી સાચી સાબિત થઈ તો 10 વર્ષેનો રેકોર્ડ તોડશે!

જૂન, જુલાઈ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ક્યાં કેવો પડશે વરસાદ? જો આ આગાહી સાચી સાબિત થઈ તો 10 વર્ષેનો રેકોર્ડ તોડશે!

IMD Monsoon Prediction: ચોમાસાને લઈને હવામાન વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશભરના લગભગ 20 રાજ્યોમાં ચોમાસું વરસશે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં ચોમાસાના વાદળો ક્યાં વરસી શકે છે? ગુજરાતમાં પણ સારા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

જૂન, જુલાઈ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ક્યાં કેવો પડશે વરસાદ? જો આ આગાહી સાચી સાબિત થઈ તો 10 વર્ષેનો રેકોર્ડ તોડશે!

Monsoon Prediction: વર્ષ 2025માં ચોમાસાના આગમનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ ચોમાસાને લઈને અપડેટ બહાર પાડ્યું છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચોમાસાને લઈને સારા સમાચાર છે. આ વખતે ચોમાસામાં ભારે વરસાદ પડશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના દક્ષિણપશ્ચિમ ચોમાસાના મહિનાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

ચોમાસા દરમિયાન 103 થી 105 ટકા વરસાદ પડવાનો અંદાજ છે. જો આગાહી સાચી સાબિત થશે તો સતત 10મા વર્ષે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂન પહેલા ભારતમાં પ્રવેશી શકે છે અને 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. આ વખતે સામાન્ય વરસાદની 40 ટકા શક્યતા છે. સામાન્ય કરતાં વધુ વરસાદની 30 ટકા અને ભારે વરસાદની 10 ટકા સંભાવના છે.

Add Zee News as a Preferred Source

આ રાજ્યોમાં વાદળો વરસશે
હવામાન વિભાગ અનુસાર, જૂન મહિનામાં 165.3 mm અથવા અપેક્ષિત વરસાદના 96% વરસાદ પડી શકે છે. કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવામાં જૂન મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. મધ્ય ભારતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. આ વખતે ઉત્તર ભારતમાં ચોમાસું મોડું પહોંચશે.

જુલાઈમાં વરસાદની આગાહી 280.5 મીમી છે, જે 102% છે. પશ્ચિમ ભારતમાં આ મહિને સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. ઓગસ્ટમાં 254.9 મીમી અથવા 108% વરસાદ પડી શકે છે. મધ્ય ભારત અને પૂર્વોત્તરના તમામ 8 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી 167.9 મીમી છે, જે 104% છે. સપ્ટેમ્બર મહિનામાં પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં 4 મહિનામાં વાદળો વરસશે
IMD અનુસાર, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સામાન્યથી સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ, બિહાર અને પૂર્વોત્તરના તમામ 8 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

શા માટે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે?
IMD અનુસાર, આ ચોમાસાની સિઝનમાં અલ નીનોની સ્થિતિ સર્જાશે નહીં. ઉત્તર ગોળાર્ધ અને યુરેશિયામાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ઓછી હિમવર્ષા થઈ હતી. તેથી, ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. અલ નીનો અને ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD) પણ ચોમાસાને અસર કરે છે. આ વખતે આ બંને સ્થિતિ તટસ્થ છે. તેથી આ વખતે ચોમાસાની સિઝન ઘણી સારી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news