છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં નિમાયા નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ મહાનુભાવો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી હતા, ગઈકાલે સોમવારે પણ બે રાજ્યના રાજ્યપાલ નિમવામાં આવ્યા હતા 
 

છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં નિમાયા નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ મહાનુભાવો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે. અનુસુયા ઉઈકે છત્તીસગઢના અને વિશ્વભૂષણ હરિચંદ્નનને આંધ્રપ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. 

વિશ્વભૂષણ હરિચંદ્નન આંધ્રપ્રદેશના વર્તમાન રાજ્યપાલ ઈ.એસ.એલ. નરસિમ્હનનું સ્થાન લેશે, જ્યારે અનુસુયા ઉઈકે છત્તીસગઢનો ચાર્જ સંભાળી રહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સ્થાન લેશે. છત્તીસગઢના રાજ્યપાલ બલરામ દાસ ટંડનનું ગયા વર્ષે નિધન થતાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. નરસિમ્હન પણ તેલંગાણાના રાજ્યપાલ હતા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર સંભાળતા હતા. 

— ANI (@ANI) July 16, 2019

સોમવારે પણ બે રાજ્યને નવા રાજ્યપાલ મળ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી નિવૃત્ત થતાં રાષ્ટ્રપતિ દ્વારા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગુજરાતના રાજ્યપાલ પદે બદલી કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news