મોરીશસના પૂર્વ રાષ્ટ્રપતિ જગન્નાથના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુખ

ગૃહ મંત્રાલયે મોરિશસના પૂર્વ રાષ્ટ્રપતિ અનુરૂદ્ધ જગન્નાથના નિધન પર સરકારે શનિવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. 

મોરીશસના પૂર્વ રાષ્ટ્રપતિ જગન્નાથના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરીશસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરૂદ્ધ જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટર પર કહ્યુ કે, ભારત-મોરીશસના સંબંધોમાં તેમના ઐતિહાસિક યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. સર અનિરૂદ્ધ જગન્નાથ વૈશ્વિક અને દૂરદર્શી નેતા હતા. તેઓ પદ્મ વિભૂષણ અને ભારતના અસાધારણ મિત્ર હતા. તેમના યોદગાનને હંમેશા યાદ કરવામાં આવશે. 

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ કે, તેઓ આધુનિક મોરીશસના વાસ્તુકાર હતા. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે પદ્મ વિભૂષણ સર અનિરૂદ્ધ જગન્નાથ એક મોટા રાજનેતા હતા. તેમના પરિવાર અને મોરીશસના લોકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ શ્રદ્ધાંજલિ આપી છે. ભારતીય મૂળના અનિરૂદ્ધ જગન્નાથ મોરીશસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બન્ને પદ પર રહ્યા છે. 

તો ગૃહ મંત્રાલયે મોરિશસના પૂર્વ રાષ્ટ્રપતિ અનુરૂદ્ધ જગન્નાથના નિધન પર સરકારે શનિવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. 

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના હતા નિવાસી હતી રાષ્ટ્રપતિના પૂર્વજ
મહત્વનું છે કે મોરીશસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરૂદ્ધ જગન્નાથના પૂર્વજ ઉત્તર પ્રદેશમાં બલિયા જિલ્લાના મૂળ નિવાસી હતી. બલિયા જિલ્લાના રસડા થાના ક્ષેત્રના અઠિલપુરા ગામના તેમના પૂર્વજોનું નિવાસ્થાન રહ્યું છે. ગામજનો અનુસાર તેમના પિતા વિદેશી યાદવ અને કાકા ઝુલઈ યાદવને અંગ્રેજોએ 1873માં ગિરમિટિયા મજૂરના રૂપમાં જહાજથી શેરડીની ખેતી માટે મોરીશસ મોકલ્યા હતા. ગિરમિટિયા મજૂરથી લઈને સત્તાના સર્વોચ્ચ પદ સુધી સફર કરનાર પરિવાર આજે મોરીશસનો સૌથી મોટો રાજકીય પરિવાર માનવામાં આવે છે. 

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બન્ને પદ પર રહ્યા અનિરૂદ્ધ જગન્નાથ
ઉલ્લેખનીય છે કે અનિરૂદ્ધ જગન્નાથનો જન્મ 29 માર્ચ 1930ના મોરીશસમાં થયો હતો. તેઓ એવા રાજનેતા રહ્યા જે મોરીશસના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંને પદ પર રહ્યા હતા. તેઓ દેશના 2003થી 2012 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ પ્રધાનમંત્રી પદે રહ્યા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news