બાળકી સાથે દુષ્કર્મના આરોપીઓને સજા-એ-મૌત આપવાના અધ્યાદેશને મળી રાષ્ટ્રપતિની મંજૂરી

બાર વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના મામલે દોષીઓને મૃત્યુંદંડ સહિત સખત સજાની જોગવાઇવાળા ખરડા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે (22 એપ્રિલ)ના રોજ હસ્તાક્ષર કરી દીધા છે. કઠુઆ તથા ઉન્નાવમાં બળાત્કારની ઘટનાઓને લઇને દેશભરમાં વ્યાપ્ત રોષ વચ્ચે આવા કેસમાં પ્રતિરોધક સ્થાપિત કરવા તથા છોકરીઓની સુરક્ષાના ભાવ પેદા કરવા માટે કેંદ્રીય મંત્રીમંડળે 12 વર્ષની ઓછી ઉંમરની છોકરીઓ સાથે બળાત્કારના દોષીઓને કોર્ટ દ્વારા મોતની સજા સંબંધી એક ખરડો એક ગત 21 એપ્રિલના રોજ મંજૂરી આપવામાં આવી હતી. 
બાળકી સાથે દુષ્કર્મના આરોપીઓને સજા-એ-મૌત આપવાના અધ્યાદેશને મળી રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્હી: બાર વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના મામલે દોષીઓને મૃત્યુંદંડ સહિત સખત સજાની જોગવાઇવાળા ખરડા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે (22 એપ્રિલ)ના રોજ હસ્તાક્ષર કરી દીધા છે. કઠુઆ તથા ઉન્નાવમાં બળાત્કારની ઘટનાઓને લઇને દેશભરમાં વ્યાપ્ત રોષ વચ્ચે આવા કેસમાં પ્રતિરોધક સ્થાપિત કરવા તથા છોકરીઓની સુરક્ષાના ભાવ પેદા કરવા માટે કેંદ્રીય મંત્રીમંડળે 12 વર્ષની ઓછી ઉંમરની છોકરીઓ સાથે બળાત્કારના દોષીઓને કોર્ટ દ્વારા મોતની સજા સંબંધી એક ખરડો એક ગત 21 એપ્રિલના રોજ મંજૂરી આપવામાં આવી હતી. 

વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ ફોજદારી કાયદા સુધારા વટહુકમ 2018ને મંજૂરી આપવામાં આવી. સરકારે દેશના કેટલાક ભાગમાં બળાત્કારની ઘટનાઓ પર ગંભીર સંજ્ઞાન આપ્યું હતું અને આવી ઘટનાઓ પર ભારે રોષ વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે નક્કર ઉપાય તૈયાર કરવા પર ભાર મુક્યો. 

ફોજદારી કાયદા સુધારા વટહુકમમાં ભારતીય દંડ સંહિતા (આઇપીએસ) સાક્ષ્ય કાનૂન, આપરાધિક પ્રક્રિયા સંહિતા અને પોક્સોમાં સંશોધનની જોગવાઇ છે. એવામાં આવા અપરાધોના દોષીઓ માટે મોતની સજાની નવી જોગવાઇ લેવાની વાત કહેવામાં આવી છે. જમ્મૂ કાશ્મીરના કઠુઆ અને ગુજરાતના સુરત જિલ્લામાં તાજેતરમાં જ છોકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં પગલું ભર્યું છે.

કઠુઆ-ઉન્નાવ મુદ્દે વિશ્વભરના 600થી વધુ વિદ્વાનોનો PM મોદીને ખુલ્લો પત્ર 

મોતની સજાની જોગવાઇ
તેમાં 16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ અને 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના દોષીઓને વિરૂદ્ધ સખત દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેના હેઠળ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના દોષીઓને કોર્ટ દ્વારા મોતની સજા આપવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત બળાત્કારના કેસની ઝડપથી તપાસ અને સુનાવણી માટે અનેક ઉપાય કરવામાં આવ્યા છે. મહિલા સાથે બળાત્કારના સંદર્ભમાં સજાને 7 વર્ષથી વધારીને 10 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે જેને વધારીને ઉંમર કેદ કરવામાં આવી શકે છે.

આ સાથે જ 16 વર્ષથી નાની ઉંમરની કિશોરી સાથે બળાત્કારના દોષીઓને ન્યૂનતમ સજાને 10 વર્ષ કારાવાસથી વધારીને 20 વર્ષ કારાવાસ કરવામાં આવ્યો છે, જેને વધારીને ઉંમરકેદ કરવામાં આવી શકે છે. 16 વર્ષથી નાની ઉંમરની કિશોરી સાથે સામૂહિક બળાત્કારના દોષીની સજા શેષ જીવન સુધીની જેલ થશે. 

સુનાવણીનું કામ બે મહિનામાં પુરૂ
બાર વર્ષથી નાની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને કોર્ટ દ્વારા ઓછામાં ઓછી 20 વર્શની કારાવાસની સજા અથવા મૃત્યું દંડ થશે. બાર વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે બળાત્કારના દોષીઓને આજીવન કેદ અથવા મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં બળાત્કાર સાથે જોડાયેલા કેસની સુનાવણીનું કામ બે મહિનામાં પુરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આવા મામલામાં અપીલની સુનાવણી છ મહિનામાં પુરી કરવાની વાત કહેવામાં આવી છે.

Syria સંકટથી જીરૂ થયું મોંઘું, crude અને gold ના ભાવમાં લાગી આગ 

આગોતરા જામીનની કોઇ જોગવાઇ નહી
તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 16 વર્ષથી નાની ઉંમરની કિશોરી સાથે બળાત્કાર અથવા સામૂહિક બળાત્કારના આરોપી લોકો માટે આગોતરા જામીનની કોઇ જોગવાઇ નથી. તેમાં રાજ્યો તથા કેંદ્ર શાસિત પ્રદેશો સાથે વિચાર વિમર્શ કરી ત્વરિત કોર્ટના રચના કરવાની વાત કરવામાં આવી છે. બધા જ પોલીસ મથકો અને હોસ્પિટલોમાં વિશેષ ફોરેંસિક કિટ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે.

(ઇનપુટ એજન્સીમાંથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news