PM મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ધાટન, ચૂંટણી પહેલા યુપીને મળી મોટી ભેટ

10 પોઈન્ટ દ્વારા સરળ ભાષામાં સમજો કે કેવી રીતે આ એરપોર્ટ યુપીના ડેવલપમેન્ટમાં ગેમચેન્જર સાબિત થશે. 

PM મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ધાટન, ચૂંટણી પહેલા યુપીને મળી મોટી ભેટ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું. યુપી ચૂટણી પહેલા આ એરપોર્ટ યુપીની જનતાને મોટી ભેટ છે. દેશના વિકાસમાં કુશીનગર એરપોર્ટની મોટી ભૂમિકા રહેશે. આ એરપોર્ટ ઉત્તર પ્રદેશને વિદેશ સાથે જોડશે. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધ સંલગ્ન સ્થળોને વિક્સિત કરવા માટે સારી કનેક્ટિવિટી માટે અને શ્રદ્ધાળુઓની સુવિધાઓના નિર્માણ પર ભારત તરફથી વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરમાં બૌદ્ધ સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટની આ સુવિધા તેમની શ્રદ્ધાને અર્પિત પુષ્પાંજલિ છે. ભગવાન બુદ્ધના જ્ઞાનથી લઈને મહાપરિનિર્વાણ સુધીની સંપૂર્ણ યાત્રાનું સાક્ષી આ વિસ્તાર આજે સીધો દુનિયા સાથે જોડાઈ ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે ઉડાણ યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં 900થી વધુ નવા રૂટ્સને સ્વિકૃતિ આપી દેવાઈ છે. જેમાંથી 350થી વધુ હવાઈ સેવાઓ શરૂ પણ થઈ છે. 50થી વધુ નવા એરપોર્ટ કે જે પહેલા સેવામાં ન હતા તેમને ચાલુ કરવામાં આવ્યા છે. 

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું એરપોર્ટથી માત્ર પર્યટનને જ પ્રોત્સાહન મળશે એવું નથી, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. રોજગારની નવી તકો ઊભી થશે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા ત્રણ ચાર વર્ષોમાં દેશમાં 200થી વધુ એરપોર્ટ, સીપોડનું નેટવર્ક ઊભું કરવાની કોશિશ છે. 

પીએમ મોદી અગાઉ કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે દિલ્હીથી કુશીનગર માટે સીધી ફ્લાઈટ 26 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 18 ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જોડવામાં આવશે. 

આ 10 પોઈન્ટ દ્વારા સરળ ભાષામાં સમજો કે કેવી રીતે આ એરપોર્ટ યુપીના ડેવલપમેન્ટમાં ગેમચેન્જર સાબિત થશે. 

1. ઉદ્ધાટન ઉડાણ (Inaugural Flight) 125 ડિગ્રીટરીઝ અને બૌદ્ધ ભિક્ષુઓને લઈને કોલંબો, શ્રીલંકા એરપોર્ટ પર ઉતરશે. 

ऐसा ही एक बड़ा रिफॉर्म डिफेंस एयरस्पेस को सिविल यूज के लिए खोलने से जुड़ा है- पीएम @narendramodi #यूपी_के_विकास_की_नई_उड़ान

— BJP (@BJP4India) October 20, 2021

2. દુનિયાભરના બૌદ્ધ અનુયાયીઓ માટે હવે કુશીનગર બૌદ્ધ તીર્થસ્થળ આવવું સરળ બનશે. આ એરપોર્ટના ઉદ્ધાટન બાદ દુનિયાના વિવિધા ભાગોના તીર્થયાત્રીઓ આ વિસ્તારના અનેક બૌદ્ધ સ્થળો સાથે જોડાયેલા રહી શકે છે. 

3. આ એરપોર્ટ ચાલુ થયા બાદ પર્યટન પ્રવાહમાં 20 ટકા સુધીનો વધારો થવાની આશા વ્યક્ત કરાઈ છે. 

कुशीनगर का विकास, यूपी सरकार और केंद्र सरकार की प्राथमिकताओं में है- पीएम श्री @narendramodi#यूपी_के_विकास_की_नई_उड़ान pic.twitter.com/axi2E3oJrp

— BJP (@BJP4India) October 20, 2021

4. કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માત્ર તીર્થસ્થળ જ દુનિયાભરમાં છવાઈ જશે એવું નથી પરંતુ આ વિસ્તારના આર્થિક વિકાસને પણ તે પ્રોત્સાહન આપશે. 

5. હોટલ બિઝનેસ, ટુરિઝમ એજન્સી, રેસ્ટોરન્ટ, વગેરેને પ્રોત્સાહન મળશે અને આ સાથે હોસ્પિટાલિટી બિઝનેસમાં વધારો થશે. 

6. કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચાલુ થયા બાદથી અહીં સ્થાનિકો માટે પણ રોજગારીની તકો વધશે. જેના કારણે ફીડર પરિવહન સેવાઓ, સ્થાનિક ગાઈડના કામમાં લોકોને નોકરીને તકો મળશે. 

7. કુશીનગર એરપોર્ટની શરૂઆત થવાથી કુશીનગરનો બૌદ્ધ ધર્મના ચાર પ્રમુખ સ્થળોમાંથી એક તરીકે વિકાસ થશે. 

8. આ એરપોર્ટ બે કરોડથી વધુની વસ્તીને સર્વ કરી શકે છે કારણ કે એરપોર્ટ પાસે લગભગ 10-15 જિલ્લાનો એક આંતરિક વિસ્તાર છે અને તે વેસ્ટર્ન યુપીની સાથે બિહારના પશ્ચિમી અને ઉત્તરી ભાગની મોટી પ્રવાસી વસ્તીને સપોર્ટ કરી શકે છે. 

— BJP (@BJP4India) October 20, 2021

9. કુશીનગર એરપોર્ટના લોકાર્પણ બાદ બાગવાની ઉત્પાદનોની નિકાસ પણ વધશે. જેમાં કેળા, સ્ટ્રોબેરી અને મશરૂમ સામેલ છે. 

10. કુશીનગર એરપોર્ટ 260 કરોડ રૂપિયાના ખર્ચે 589 એકર એરિયામાં બનેલું છે. તેનું નવું ટર્મિનલ પીક ટાઈમમાં પણ 300 પેસેન્જર્સને સંભાળી શકે છે. 

અત્રે જણાવવાનું કે હાલના સમયમાં ઉત્તર પ્રદેશમાં બે ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. લખનૌનું ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ. આ ઉપરાંત ગૌતમબુદ્ધ નગરમાં ઝેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ કામ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news