ઝાંસી: Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદેલોં-બુંદેલોંને મારા નમન: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, હૂં નમન કરું છું આ ધરતી પરથી ભારતીય શૌર્ય અને સંસ્કૃતિની અમર ગાથાઓ લખનાર ચંદેલોં-બુંદેલોંને, જેમણે ભારતની વીરતાના ગાથા રચી. હું નમન કરું છું બુંદેલખંડના ગૌરવ તે વીર આલ્હા-ઉદલ ને, જે આજે પણ માતૃ-ભૂમિની રક્ષા માટે ત્યાગ અને બલિદાનના પ્રતિક છે.


નવું સશક્ત અને સામર્થ્યશાળી ભારત આકાર લઇ રહ્યું છે: PM મોદી
રાષ્ટ્રરક્ષા સમર્પણ પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં અટલ એકતા પાર્ક તથા વિભિન્ન યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ કહ્યું કે આજે તો શૈર્ય અને પરાક્રમની પરાકાષ્ઠા આપણી રાણી લક્ષ્મીબાઇજીની જન્મજયંતિ છે. આજે ઝાંસીની આ ધરતી આઝાદીના ભવ્ય અમૃત મહોત્સવની સાક્ષી બની રહી છે અને આજે આ ધરતી પર એક નવું સશક્ત અને સામર્થ્યશાળી ભારત આકાર લઇ રહ્યું છે.
 


કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી


 


હવે ભારતની ગણતરી દુનિયાના ટોપ 25 નિકાસકારોમાં: રક્ષામંત્રી
તેમણે કહ્યું કે રક્ષામંત્રાલય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને પુરો કરવા માટે સતત મિશન મોડમાં કામ કરી રહ્યા છે. એક સમયમાં દેશમાં 65 થી 70 ટકા રક્ષા સામગ્રી બહારથી આયાત થઇ રહી હતી. આજે તસવીર બદલાઇ રહી છે અને હમ 65 ટકા રક્ષા સામાન ભારત પાસેથી જ ખરીદી રહ્યા છીએ. એક સમય હતો, જ્યારે ભારતની દુનિયાભરમાં ગણતરી સૌથી મોટા રક્ષા સામાનોના આયાતકાર દેશોમાં થતી હતી. હવે ભારતની ગણતરી દુનિયાના ટોપ 25 નિકાસકારોમાં થઇ રહી છે. પ્રધાનમંત્રી આપણી સમક્ષ 2024-25 સુધી પાંચ બિલિયન ડોલરનો ટાર્ગેટ મુક્યો છે. આપણે આ લક્ષ્યને પણ પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube