PM મોદીનો આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંદેશ, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ સંબોધન
PM Modi Address The Nation: પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધિત કરશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ થયો છે. આવામાં પીએમ મોદીનું આ સંબોધન ખુબ મહત્વનું છે. લોકોની નજર એ વાત પર છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં તણાવ પર શું બોલશે?
Trending Photos
)
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવતા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો અને પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો. આ બધા વચ્ચે પીએમ મોદી આજે રાતે 8 વાગે દેશને સંબોધન કરશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનું આ સંબોધન બંને દશો વચ્ચે જમીન, હવા અને સમુદ્રમાં તમામ સૈન્ય હુમલાઓ રોકવા પર આપસી સમજૂતિ પર પહોંચ્યાના ગણતરીના કલાકો બાદ થશે. પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે ભારત તરફથી ઓપરેશન સિંદૂર લોન્ચ કરાયું હતું.
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
ભારતે 7મી મેના રોજ મધરાતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાઓને તબાહ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 100 આતંકીઓ માર્યા ગયા અને પાકિસ્તાની સેનાના 35-40 જવાનો પણ માર્યા ગયા.
એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પર બોલી શકે છે. પાકિસ્તાન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે પીએમ મોદી ઘણા દિવસથી પોતે પાકિસ્તાનની હરકતો પર બાજ નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાન સાથે ચાલુ સંઘર્ષ દરમિયાન પણ પીએમ ત્રણેય સેનાઓના પ્રમુખ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, મંત્રીઓ અને વિદેશ મંત્રાલય સંલગ્ન અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














