Varanasi: સંત રવિદાસ મંદિર પહોંચ્યા પ્રિયંકા ગાંધી, કરૂણા અને પ્રેમનો આપ્યો સંદેશ

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સંત રવિદાસે ધર્મનો સાચો અર્થ સમજાવ્યો, જે સત્યની ખુબ નજીક છે. પ્રિયંકાએ કહ્યું કે, તે સંત રવિદાસના જ્ઞાન અને મૂલ્યોમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે, સાચો ધર્મ લોકોને જોડે છે. 

Updated By: Feb 27, 2021, 04:30 PM IST
Varanasi: સંત રવિદાસ મંદિર પહોંચ્યા પ્રિયંકા ગાંધી, કરૂણા અને પ્રેમનો આપ્યો સંદેશ

વારાણસીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) શનિવારે સંત રવિદારના જન્મસ્થળ પર પૂજા અર્ચના કરી હતી. આજે સંત રવિદારનો જન્મ દિવસ છે. આ તકે વારાણસીના સિર ગોવર્ધનમાં સ્થિત સંત રવિદાસ મંદિર (Sant Ravidas Temple) પર આજે ભીડ જોવા મળી હતી. પ્રિયંકા ગાંધી પહેલા અહીં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા અને પૂજા કરી હતી.

ત્યારબાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) અહીં પહોંચ્યા હતા. તેમણે રવિદાસની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યુ અને સંત રવિદાસની પ્રાર્થના કરી હતી. 

ત્યારબાદ કોંગ્રેસ નેતાએ રવિદાસિઓના સૌથી પવિત્ર ગ્રંથ ગુરૂ રવિદાસ અમૃતવાણી પર પણ માળા ચઢાવી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ રવિદાસિયા ધર્મ ગુરૂ સંત નિરંજન દાસ મહારાજના આશીર્વાદ લીધા અને તેમની સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધી સત્સંગમાં સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ Congress પર વરસ્યા 'નારાજ નેતા', Kapil Sibal બોલ્યા- આઝાદના અનુભવનો કર્યો નથી ઉપયોગ

આ તકે પ્રિયંકાએ કહ્યું કે, સંત રવિદાસે આપણે ધર્મનો સાચો અર્થ સમજાવ્યો, જે સત્યની નજીક છે. પ્રિયંકાએ કહ્યું કે, તે સંત રવિદાસના શિક્ષણ અને મૂલ્યોમાં વિશ્વાસ કરે છે, તેમણે કહ્યું કે, સાચો ધર્મ લોકોને જોડે છે. સંત રવિદાસના ભક્તોનો સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં તમારા લોકોની મદદ કરી આ ધર્મનું સાચુ પાલન કરી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે, રાજનીતિમાં પણ આપસી સન્માન, પ્રેમ અને કરૂણાનો ભાવ યથાવત રહેવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube