Property Rules: જો ભૂલેચૂકે આ ભૂલ કરશો તો સરકાર પાસે જતી રહેશે તમારી પ્રોપર્ટી, ઘણા લોકોને નથી ખબર
Property Rules and Regulations: ભારતમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ કોઈ પણ વસિયત કર્યા વગર દુનિયા છોડીને જતી રહે છે ત્યારે આવામાં સવાલ ઉઠે છે કે કોને પ્રોપર્ટી મળશે, જાણો શું કહે છે કાયદો...
Trending Photos
ભારતમાં અવારનવાર પ્રોપર્ટી સંલગ્ન વિવાદ સામે આવતા રહે છે. અનેક વિવાદ એવા છે કે જેમાં ઘરના મુખિયા કોઈ પણ વસિયત લખ્યા વગર જ દુનિયામાંથી વિદાય લઈ લે છે. આવી સ્થિતિમાં પ્રોપર્ટી પર કોનો હક એ વિવાદનું મૂળ બની જાય છે. લોકો સંપત્તિની સુરક્ષા માટે વસીયત બનાવતા હોય છે. જેના કારણે ભાગલા પાડવામાં સરળતા રહે છે. આ ઉપરાંત તેઓ નોમિની તરીકેના વિકલ્પની પણ પસંદગી કરે છે. પરંતુ અનેકવાર લોકો આમ કરવાનું ભૂલી જાય છે, યોગ્ય સમયની રાહ જુએ છે અને આ દરમિયાન જો તેમનું દુર્ભાગ્યપણે મોત થઈ જાય તો તેમની સંપત્તિની દેખરેખ કરનાર કોઈ વારસદાર રહેતા નથી. આવામાં સવાલ એ ઉઠે કે પ્રોપર્ટીનું શું થાય અને જો કોઈ વારસદાર ન હોય તો તે સંપત્તિની દેખરેખ કરવાની જવાબદારી કોની રહે અને પ્રોપર્ટી કોને મળી શકે છે.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956
ભારતમાં હિન્દુ પરિવારમાં સંપત્તિ સંલગ્ન વિવાદ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 હેઠળ ઉકેલાય છે. જેમાં ત્રણ શ્રેણીઓ હોય છે.
પ્રથમ શ્રેણીના વારસદાર
પ્રથમ શ્રેણીના વારસદાર પત્ની, પુત્ર, પુત્રી, માતા, મૃતક પહેલા મૃત્યુ પામેલા પુત્ર કે પુત્રીના બાળકો સામેલ હોય છે. તેમનો સંપત્તિ પર પહેલો હક હોય છે. પુત્રના મોતની સ્થિતિમાં તેની વિધવાને સંપત્તિનો હક મળે છે.
બીજી શ્રેણીના વારસદાર
પહેલી શ્રેણીમાં કોઈ વારસદાર ન હોય તો તે પછી બીજી શ્રેણીના વારસદાર પાસે સંપત્તિ જાય છે. બીજી શ્રેણીમાં પિતા, ભાઈ અને બહેન સામેલ હોય છે.
સંબંધીઓ પાસે પ્રોપર્ટી
પ્રથમ અને બીજી શ્રેણીના વારસદાર ન હોય તો સંપત્તિ અન્ય સંબંધીઓ પાસે જઈ શકે છે. જેને Agnates અને Cognates કહેવામાં આવે છે.
સરકાર પાસે સંપત્તિ
જો કોઈ પણ શ્રેણીના કોઈ વારસદાર ન હોય તો પ્રોપર્ટી સરકાર પાસે જતી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે