પુણેમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રકે 6 વાહનોને ટક્કર મારતા લાગી ભયંકર આગ; 8 લોકોના મોત
Pune Accident: પુણેના નવલે બ્રિજ પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રકે પાંચથી છ વાહનો સાથે ભયંકર રીતે અથડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થેળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો.
Trending Photos
)
Pune Accident: પુણેના નવલે પુલ પર ગુરુવારના રોજ એક મોટો અકસ્માત થયો છે. એક ટ્રકે પાંચથી છ વાહનો સાથે ભયંકર રીતે અથડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, અનેક વાહનોમાં આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સળગતા વાહનોમાં હજુ પણ કેટલાક વધુ લોકો ફસાયેલા હોવાની સંભાવના છે. તેથી મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ ઘટના પુણે શહેરના બહારના વિસ્તારમાં મુંબઈ-બેંગ્લોર હાઇવે પર બની હતી, જ્યાં બે મોટા કન્ટેનર ટ્રકની વચ્ચે એક કાર ફસાઈ જતાં ચકનાચૂર થઈ ગઈ હતી, જેના કારણે 8 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, નવલે બ્રિજ પર સાંજના સમયે થયેલા અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
ટ્રકમાં લાગી ભયંકર આગ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માત પછી સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બે ભારે ટ્રકોની ટક્કર બાદ ટ્રક આગનો ગોળો બની ગયો હતો અને એક કાર કચડાઈને ચકનાચૂર થઈ ગઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે આ અકસ્માત કેવી રીતે થયો. હાલમાં અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે, ઘાયલોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે. તેમણે જણાવ્યું કે, ફાયર બ્રિગેડ વિભાગે ઘટનાસ્થળે પાણીના ટેન્કર મોકલ્યા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. આ ભયાનક અકસ્માત બાદ વ્યસ્ત હાઇવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














