Punjab ના નવા CM ના નામની જલદી થશે જાહેરાત, 2 ડેપ્યુટી CM પર બની શકે છે સહમતિ

પંજાબના નવા સીએમ પર જલદી નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબમાં સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ  બનાવવામાં આવી શકે છે.

Punjab ના નવા CM ના નામની જલદી થશે જાહેરાત, 2 ડેપ્યુટી CM પર બની શકે છે સહમતિ

ચંડીગઢ: પંજાબના નવા સીએમ પર જલદી નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબમાં સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ  બનાવવામાં આવી શકે છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની બેઠક ચાલુ છે. ચંડીગઢમાં ઓર્ઝર્વર સાથે સિદ્ધુ બેઠક કરી રહ્યા છે. 

સુનિલ જોખડને મળ્યા સૌથી વધુ મત
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પંજાબમાં સીએમ પદ માટે કોંગ્રેસમાં ઈન્ટરનલ વોટિંગ થયું અને સુનિલ જાખડને સૌથી વધુ મત મળ્યા. જ્યારે સુખજિંદર સિંહ રંધાવા બીજા સ્થાને અને પરનીત કૌર ત્રીજા સ્થાને રહ્યા. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડના પંચકૂલા સ્થિત નિવાસ સ્થાને ફૂલોના ગુલદસ્તા લઈને પહોંચવા લાગ્યા છે. 

— ANI (@ANI) September 19, 2021

અંબિકા સોનીએ કર્યો ઈન્કાર
સીએમનું પદ ફગાવવા પર અંબિકા સોનીએ કહ્યું કે મને સીએમ પદની ઓફર મળી હતી. પરંતુ મે ખુબ વિનમ્રતાથી ના પાડી અને કહ્યું કે મારું  કહેવું છે કે પંજાબના સીએમ કોઈ શીખ હોવા જોઈએ. પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં શીખ છે, ત્યાં સીએમ શીખ હોવા જોઈએ. તેમણે કહ્યું કે હું હાલ પંજાબ જઈ રહી નથી. તેમણે એમ પણ કહ્યું કે ચંડીગઢમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. ત્યાં પાર્ટીના મહાસચિવ અને પર્યવેક્ષક હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news