5 કરોડ કેશ, 1.5 કિલો સોનું અને વિદેશી દારૂ... લાંચના આરોપમાં ફસાયેલા DIGના ઘરમાંથી શું-શું મળી આવ્યું?
DIG Arrested in Bribe Case: પંજાબ પોલીસના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લર સામે CBIએ લાંચના આરોપમાં કાર્યવાહી કરી છે. DIGના ઘર અને ઠેકાણામાં દરોડા દરમિયાન ટીમે કરોડો રૂપિયાની રોકડ, વિદેશી દારૂ અને લક્ઝરી વસ્તુઓ જપ્ત કરી છે.
Trending Photos
)
DIG Arrested in Bribe Case: CBIએ પંજાબ પોલીસના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લર અને એક પ્રાઈવેટ વ્યક્તિની 8 લાખ રૂપિયાના લાંચ કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ અધિકારી 2009 બેચના IPS અધિકારી છે અને હાલમાં રોપર રેન્જ DIG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. CBIએ DIGના ઘર અને અન્ય ઠેકાણાઓ પર દરોડા દરમિયાન અનેક લક્ઝરી વસ્તુઓ જપ્ત કરી છે.
CBIના જણાવ્યા અનુસાર, DIG પર આરોપ છે કે, તેમણે એક ઉદ્યોગપતિ પાસેથી તેમની સામે નોંધાયેલ FIRને સેટલ કરવા અને આગળ કોઈ પોલીસ કાર્યવાહી ન કરવાના બદલામાં 8 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેઓ દર મહિને ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી પણ કરી રહ્યા હતા.
DIGને રંગેહાથ પકડવા માટે CBIએ રચી યુક્તિ
CBIએ ફરિયાદ મળ્યા બાદ 16 ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો અને ચંદીગઢના સેક્ટર 21માં છટકું ગોઠવ્યું, જેમાં આરોપીના વચેટિયાને 8 લાખ રૂપિયા સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપ્યો. CBIએ જણાવ્યું કે, ટ્રેપ દરમિયાન ફરિયાદીએ DIGને એક કન્ટ્રોલ્ડ કોલ કર્યો, જેમાં અધિકારીએ રૂપિયા સ્વીકાર્યા હોવાની કબૂલાત કરી અને વચેટિયા અને ફરિયાદીને તેમની ઓફિસમાં બોલાવ્યા. ત્યારબાદ CBI ટીમે DIGને તેમની ઓફિસમાંથી ધરપકડ કરી.
દરોડા દરમિયાન CBIએ DIGના ઘરો અને અન્ય ઠેકાણામાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ મળી આવી, જેમાં લગભગ 5 કરોડ રૂપિયા રોકડા (હજુ પણ ગણતરી ચાલુ છે), 1.5 કિલો સોનું અને ઘરેણાં, પંજાબમાં મિલકતો સંબંધિત અનેક દસ્તાવેજો, મર્સિડીઝ અને ઓડી કારની ચાવીઓ અને 22 મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
વિદેશી દારૂની બોટલો અને એક બંદૂક પણ મળી આવી
આ ઉપરાંત ઘર અને ઠેકાણાઓમાંથી લોકરની ચાવીઓ, 40 લિટર વિદેશી દારૂની બોટલો, એક ડબલ-બેરલ ગન, એક પિસ્તોલ, એક રિવોલ્વર અને એક એરગન પણ મળી આવી છે. જ્યારે વચેટિયા પાસેથી CBIએ 21 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ 17 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થશે. CBIએ જણાવ્યું છે કે, મામલાની વધુ શોધખોળ અને તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












