પંજાબમાં ઝેરી દારૂ પીતા 31ના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ

પંજાબના અમૃતસર, બટલા અને તરન તારન જિલ્લામાં નકલી દારૂના સેવનના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અમૃતસરમાં 11, બટાલામાં 7 અને તરન તારનમાં 13 લોકોના મોત થયા છે.

પંજાબમાં ઝેરી દારૂ પીતા 31ના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ

ચંદીગઢ: પંજાબના અમૃતસર, બટલા અને તરન તારન જિલ્લામાં નકલી દારૂના સેવનના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અમૃતસરમાં 11, બટાલામાં 7 અને તરન તારનમાં 13 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે શુક્રવારે જલંધર ડિવિઝન કમિશ્નરના નેતૃત્વવમાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. 

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ પંચ અકસ્માતના કારણો અને પરિસ્થિતિઓની સાથે-સાથે કોઇ અન્ય જોડાયેલા મુદ્દાઓ અને અથવા ઘટના સંબંધિત પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે. 

એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે 'જલંધરના સંભાગીય આયુક્ત સંબંધિત જિલ્લાના સંયુક્ત આબકારી અને વેરા કમિશનર અને એસ.પી. તપાસ સાથે મળીને આ કેસની તપાસ કરશે. 

મુખ્યમંત્રીએ તપાસ આયોગને કોઇપણ સિવિલ, પોલીસ અધિકારી અને કોઇ વિશેષજ્ઞ પાસે મદદ લઇને તાત્કાલિક તપાસ કરવાની સ્વતંત્રતા આપી છે. તેમણે કહ્યું કે દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. 

અમરિંદર સિંહે કેસને ગંભીરતાથી લેતાં, રાજ્યમાં સક્રિય દારૂ બનાવનાર એકમો પર લગામ કસવા માટે પોલીસે શોધખોળ અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

પોલીસે અમૃતસર જિલ્લાના તરસિક્કા ગામમાં બલવિંદર કૌરને હૂચ ટ્રેજેડી કેસમાં ધરપકડ કરી છે. 

કેસના વિવરણ શેર કરતાં પોલીસ કમિશ્નર દિનકર ગુપ્તાએ કહ્યું કે પાંચ મોત 29 જૂનની રાત્રે અમૃતસરના ગ્રામીણ વિસ્તારના મુચ્છલ અને તંગરા ગામમાં થઇ હતી. 

30 જુલાઇના સાંજે મુચ્છલમાં વધુ બે વ્યક્તિના સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પછી શ્રી ગુરૂ રામદાસ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો. 

પછી, મુચ્છલથી બે અન્ય લોકોના મોતની સૂચના મળી, જ્યારે બટાલા શહેરમાં કથિત રીતે દારૂના સેવનના કારણે બે અન્ય લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news